srinagar/ બુરખો પહેરેલા આતંકવાદીએ દુકાન પર ગ્રેનેડ ફેંકીને હુમલો કર્યો, એકનું મોત

જમ્મુ અને કાશ્મીરના બારામુલા જિલ્લામાં મંગળવારે એક નવી ખુલેલી દારૂની દુકાન પર બુરખા પહેરેલા આતંકવાદીએ ગ્રેનેડ ફેંક્યો હતો,

Top Stories India
ગ્રેનેડ ફેંકી

જમ્મુ અને કાશ્મીરના બારામુલા જિલ્લામાં મંગળવારે એક નવી ખુલેલી દારૂની દુકાન પર બુરખા પહેરેલા આતંકવાદીએ ગ્રેનેડ ફેંક્યો હતો, જેમાં એક કર્મચારીનું મોત થયું હતું અને અન્ય ત્રણ ઘાયલ થયા હતા. પોલીસે આ માહિતી આપી હતી. પોલીસ પ્રવક્તાએ જણાવ્યું કે, રાત્રે લગભગ 8:30 વાગ્યે કોર્ટ રોડ પર સ્થિત દારૂની દુકાન પાસે એક મોટરસાઇકલ રોકાઈ, જેની પાછળ બુરખો પહેરેલો એક આતંકવાદી ઉતર્યો અને તેણે ગ્રેનેડથી હુમલો કર્યો. તેણે કહ્યું કે હુમલો કર્યા બાદ તે મોટરસાઈકલ પર ફરાર થઈ ગયો હતો. બારામુલ્લાના દિવાન બાગ પાસે દારૂની દુકાન આવેલી છે.

હુમલામાં દુકાનના ચાર કામદારો ઘાયલ થયા હતા, જેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમાંથી એકનું મૃત્યુ થયું હતું, એમ પ્રવક્તાએ જણાવ્યું હતું. ત્રણ ઘાયલો પૈકી એકની હાલત નાજુક હોવાનું કહેવાય છે. તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

પ્રવક્તાએ જણાવ્યું કે, મૃતકની ઓળખ રાજૌરી જિલ્લાના રહેવાસી રણજીત સિંહ તરીકે થઈ છે. ઘાયલોની ઓળખ કઠુઆના રહેવાસી ગોવર્ધન સિંહ અને રવિ સિંહ અને રાજૌરીના રહેવાસી ગોવિંદ સિંહ તરીકે થઈ છે. તેમણે જણાવ્યું કે ગોવિંદ સિંહને સારવાર માટે શ્રીનગરની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. પ્રવક્તાએ કહ્યું કે વરિષ્ઠ પોલીસ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા અને વિસ્તારને ઘેરી લીધો અને હુમલાખોરોની શોધ શરૂ કરી દીધી.

આ પણ વાંચો:દેશમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો,એક જ દિવસમાં નવા 1,829 કેસ,33 દર્દીઓના મોત