Not Set/ આપ રામ મંદિર બનાવો, અમે ઝંડો લઈને આપની સરકાર બનાવીશું : તોગડીયા

આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ તથા વિશ્વ હિન્દૂ પરિષદના કાર્યકારી અધ્યક્ષ રહેલા પ્રવીણ તોગડીયાએ બુધવારે કહ્યું કે જો જીએસટી અને ત્રણ તલાક પર કાનૂન બની શકે છે, તો રામમંદિર પર પણ સંસદમાં કાનૂન બની શકે છે. ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે તો હાલ સંસદમાં કાનૂન બનાવવાની જરૂર છે. એમણે કહ્યું કે અયોધ્યામાં શ્રી રામમંદિર બનાવવા […]

Top Stories India
praveen togadia આપ રામ મંદિર બનાવો, અમે ઝંડો લઈને આપની સરકાર બનાવીશું : તોગડીયા

આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ તથા વિશ્વ હિન્દૂ પરિષદના કાર્યકારી અધ્યક્ષ રહેલા પ્રવીણ તોગડીયાએ બુધવારે કહ્યું કે જો જીએસટી અને ત્રણ તલાક પર કાનૂન બની શકે છે, તો રામમંદિર પર પણ સંસદમાં કાનૂન બની શકે છે. ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે તો હાલ સંસદમાં કાનૂન બનાવવાની જરૂર છે. એમણે કહ્યું કે અયોધ્યામાં શ્રી રામમંદિર બનાવવા માટે અધ્યાદેશ લાવવાની જરૂર છે. જો આવું નથી કરી શકતા તો હટવા માટે તૈયાર રહો. અને જો કાનૂન બનાવો છો તો ઝંડો લઈને અમે સરકાર બનાવરાવીશું.

વારાણસીમાં એક કાર્યક્રમમાં ભાગ લેવા આવેલા તોગડિયાએ મીડિયાને કહ્યું હતું કે ખબ જલ્દી સુપ્રીમ કોર્ટનો ફેંસલો પણ રામમંદિર ની તરફેણમાં આવવાનો છે. એનઆરસી મુદ્દે એમણે કહ્યું કે મારે સરકારને એટલું જ પૂછવું છે કે દેશમાં 40 લાખ બાંગ્લાદેશી છે તો એમને આટલા વર્ષોમાં પાછા કેમ ન મોકલાયા. સરકારની મંશા પર સવાલ કરતા એમણે કહ્યું કે ફક્ત લિસ્ટ બનાવવાથી પરિણામ નહિ આવે, કામ કરવાથી પરિણામ મળશે. દેશહિતમાં 40 લાખ બાંગ્લાદેશીઓને એમના દેશ પાછા મોકલીને બતાવો.

narendra modi and pravid togadia 620x400 e1533798472620 આપ રામ મંદિર બનાવો, અમે ઝંડો લઈને આપની સરકાર બનાવીશું : તોગડીયા

મુઝફ્ફરપુર અને દેવરિયા કાંડ પર તોગડિયાએ કહ્યું કે દરેક જગ્યાએ બહેન-બેટીઓની સુરક્ષા પર ખતરો છે. આખા દેશમાં મહિલાઓની સુરક્ષા લઈને ચિંતા છે. એમણે કહ્યું કે ખેતરમાં ખેડૂતો, સીમા પર જવાન અને દેશમાં બેટીઓ સુરક્ષિત નથી. આખરે કેન્દ્ર સરકાર શું કરી રહી છે. એમણે પ્રધાનમંત્રીનું નામ લીધા વગર કહ્યું કે આ સરકાર ઘણા મુદ્દે નિષ્ફળ છે.

આ પહેલા તોગડિયાએ કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન-પૂજન કર્યા હતા. દર્શન બાદ કહ્યું કે અમે સંકલ્પ લીધો હતો કે કાશી ખંડમાં એક પણ મંદિર તૂટવા નહિ દઈએ. આ સાથે જ કેન્દ્ર સરકાર પાસેથી કાનૂન બનાવીને કાશી વિશ્વનાથ પરિસરને જ્ઞાનવાપી મસ્જિદથી મુક્ત કરાવીશું. આ માટે અમે દેશભરમાં અભિયાન શરુ કર્યું છે.