Not Set/ ધ્રાંગધ્રા: આજથી ઘુડખર અભયારણ્ય બંધ, જાણો કેમ

કચ્છ, ધ્રાંગધ્રા સુધી ફેલાયેલ કચ્છનું નાનું રણ જે 4953 કિલોમીટરનાં વિસ્તારમાં ફેલાયેલુ છે. આ રણની અંદર વિદેશી પક્ષી તેમજ ઘુડખર આવેલ છે. તેને જોવા માટે હજારોની સંખ્યામાં પર્યટકો આવે છે. આ રણમાં આવેલ ઘુડખર એક દુર્લભ પ્રાણી છે. તે બીજે ક્યાંય જોવા મળતા નથી. ઘુડખરો માત્ર કચ્છનાં નાના રણમાં જોવા મળે છે. આ રણમાં વિદેશમાંથી […]

Gujarat Trending
little rann of kutch5 FI ધ્રાંગધ્રા: આજથી ઘુડખર અભયારણ્ય બંધ, જાણો કેમ

કચ્છ,

ધ્રાંગધ્રા સુધી ફેલાયેલ કચ્છનું નાનું રણ જે 4953 કિલોમીટરનાં વિસ્તારમાં ફેલાયેલુ છે. આ રણની અંદર વિદેશી પક્ષી તેમજ ઘુડખર આવેલ છે. તેને જોવા માટે હજારોની સંખ્યામાં પર્યટકો આવે છે.

આ રણમાં આવેલ ઘુડખર એક દુર્લભ પ્રાણી છે. તે બીજે ક્યાંય જોવા મળતા નથી. ઘુડખરો માત્ર કચ્છનાં નાના રણમાં જોવા મળે છે. આ રણમાં વિદેશમાંથી પણ મોટી સંખ્યામાં પક્ષીઓ આવે છે.

 

Flamingoes at the lake

આ પક્ષીઓને નિહાળવા માટે પક્ષીપ્રેમીઓ મોટી સંખ્યામાં આવે છે. વન વિભાગ દ્વારા વન્ય પ્રાણીઓને બચાવવા માટે લોકોને સમજણ આપવા માટે નિઃશુલ્ક શિબિરનું પણ આયોજન થાય છે. આપને જણાવી દઈએ કે, 16 જૂનથી 15 ઓક્ટોબર સુધી આ અભયારણ્ય બંધ રહેશે. તેનું મુખ્ય કારણ ઘુડખર પ્રાણીનો બ્રીડિંગ પિરીયડ હોય છે. તેથી આ પ્રાણીઓને ખલેલ ન પડે તે માટે આ અભયારણ્યને બંધ કરવામાં આવે છે. ગત વર્ષે આ રણની મુલાકાત લેનાર લોકોની સંખ્યા 16000થી વધુ લોકો આવ્યા હતાં.

wild ass sanctuary ttd wild ધ્રાંગધ્રા: આજથી ઘુડખર અભયારણ્ય બંધ, જાણો કેમ

જેમાં 1650 જેટલા વિદેશી મુલાકાતી પણ આવેલ શિયાળામાં આ રણની અંદર બહારથી વિદેશી પક્ષીઓ પણ બહુ મોટી સંખ્યામાં આવે છે. ગત વર્ષે 32 લાખથી વધુ આવક આ વિભાગને હતી અને દર વર્ષે અહીંયા આવતા પ્રવાસીની સંખ્યામાં ઉતરોતર વધારો થઈ રહ્યો છે.