Not Set/ ઇબોલા અંગે WHO એ જાહેર કરી ચેતવણી, દુનિયામાં પણ ફેલાઈ શકે છે આ પ્રકારની મહામારી

ઇબોલા વાયરસ જેવી મહામારી વિશ્વમાં મારબર્ગમાં ફેલાઇ શકે છે. આ મહામારીમાં ચેપગ્રસ્ત લોકોનો મૃત્યુ દર 88 ટકા સુધી હોઇ શકે છે….

Top Stories World
ઇબોલા

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) એ ઇમરજન્સી ચેતવણી આપી છે કે ઇબોલા વાયરસ જેવી મહામારી વિશ્વમાં મારબર્ગમાં ફેલાઇ શકે છે. આ મહામારીમાં ચેપગ્રસ્ત લોકોનો મૃત્યુ દર 88 ટકા સુધી હોઇ શકે છે. પશ્ચિમ આફ્રિકન દેશ ગિનીમાં મારબર્ગ વાયરસનો એક કેસ નોંધાયો છે અને હવે નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે કે વાયરસ દૂર દૂર સુધી ફેલાઈ શકે છે, તેથી તેને તાત્કાલિક નાબૂદ કરવાની જરૂર છે.

આ પણ વાંચો :ઈમરાન ખાન કાર્યક્રમમાં ભૂલ્યા ભાષણ, યુઝર્સે કહ્યુ – આ છે પાકિસ્તાનનો પપ્પુ!

ડબ્લ્યુએચઓએ અહેવાલ આપ્યો છે કે મારબર્ગ વાયરસને કારણે એક વ્યક્તિનું મોત થયું છે. આ બીમારી ઇબોલાના જેવી જ છે. આ પ્રકારે આ પ્રથમ વખત છે જ્યારે પશ્ચિમ આફ્રિકામાં આ જીવલેણ રોગની ઓળખ થઈ છે. 1967 થી અત્યાર સુધી 12 મોટા મારબર્ગ પ્રકોટ જોવા મલ્યા હતા. પરંતુ મોટા ભાગના પ્રકોપ દક્ષિણ અને પૂર્વી આફ્રિકામાં સામે આવ્યા હતા.

a 175 ઇબોલા અંગે WHO એ જાહેર કરી ચેતવણી, દુનિયામાં પણ ફેલાઈ શકે છે આ પ્રકારની મહામારી

મારબર્ગ વાયરસની ઘટનાની પુષ્ટિ એવા સમયે સામે આવી છે જ્યારે WHO એ બે મહિના પહેલા જાહેરાત કરી હતી કે ગિનીમાં ઇબોલાનો બીજો પ્રકોપ ખતમ થઈ ગયો છે. ડબ્લ્યુએચઓના આફ્રિકાના પ્રાદેશિક નિયામક ડો મત્શિદિસો મોએતીએ જણાવ્યું હતું કે, “મારબર્ગ વાયરસ ફેલાવાની શક્યતાનો અર્થ એ છે કે આપણે તેને ફેલાતો અટકાવવાની જરૂર છે.” અમે ઇબોલાને લઈને ગિની સાથેના ભૂતકાળના અનુભવોના આધારે ઝડપી કાર્યવાહી કરવા માટે આરોગ્ય અધિકારીઓ સાથે કામ કરી રહ્યા છીએ. આ રોગ પણ ઇબોલાની જેમજ ફેલાય છે. આ કેસ ગયા અઠવાડિયે ગિનીમાં સામે આવ્યો હતો.

આ પણ વાંચો : ફિલિપાઈન્સમાં 7.1ની તીવ્રતાનો મહાભૂકંપ, સુનામીની ચેતવણી

 આ વાયરસ જાનવરો થકી માણસોમાં ફેલાતો હોય છે. મારબર્ગ વાયરસના કાણે ગીની નામના આ દેશમાં બે ઓગસ્ટ એક વ્યક્તિનુ મોત થયુ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનુ કહેવુ છે કે, આ વાયપરસ ચામાચિડિયાથી ફેલાય છે અને તેના કારણે મોતની ટકાવારી 88 ટકા સુધી રહે છે. મારબર્ગ વાયરસનો ફેલાવો થવાની શકયતા પણ રહેતી હોય છે. જેનો અર્થ એ થયો કે તેને વહેલી તકે રોકવાની જરુર છે.

a 176 ઇબોલા અંગે WHO એ જાહેર કરી ચેતવણી, દુનિયામાં પણ ફેલાઈ શકે છે આ પ્રકારની મહામારી

ડબ્લ્યુએચઓ અનુસાર, મારબર્ગ પણ તે વાયરસને કારણે થાય છે, જેના કારણે ઇબોલા રોગ થાય છે. આવી સ્થિતિમાં બંને વાયરસ ‘Filoviridae or Filovirus’ પરિવારમાંથી આવે છે. તેના કારણે રક્તસ્રાવી તાવ (હેમોરોજિક તાવ) નું કારણ બને છે અને આ વાયરસથી સંક્રમિત થવા પર મૃત્યુ દર 88 ટકા છે.

આ પણ વાંચો :વિશ્વની સૌથી ઉંચી ઇમારત બુર્જ ખલીફાની ટોચ પર ઉભા રહીને જાહેરાત શૂટ કરવામાં આવી, આવો જોઈએ રોમાંચક વિડીયો

મનુષ્યોમાં કેવી રીતે ફેલાય છે આ વાયરસ? 

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર, માનવોમાં મારબર્ગ વાયરસ ચેપ ચામાચીડિયાના સંપર્કથી ફેલાય છે. એકવાર કોઈ વ્યક્તિ આ વાયરસથી સંક્રમિત થઈ જાય, તે કોરોનાની જેમ જ સીધા માનવ-થી-માનવ સંપર્ક દ્વારા ફેલાઈ શકે છે. સંસ્થાનું કહેવું છે કે તે ચેપગ્રસ્ત લોકોના લોહી, અવયવો અથવા અન્ય શારીરિક પ્રવાહી અને સપાટીઓ દ્વારા ફેલાવા માટે પણ સક્ષમ છે.

ગીની દેશમાં ઈબોલા વાયરસનો પ્રકોપ સમાપ્ત થયાની સત્તાવાર જાહેરાતના બે મહિના બાદ જ આ વાયરસે દેખા દીધી છે. જોકે વૈશ્વિક સ્તરે મારબર્ગ વાયરસ હજી એટલો ખતરનાક નથી. આ વાયરસ સામાન્ય રીતે રોસેટ્સ પ્રકારના ચામાચિડિયાની ગુફાઓ સાથે જોડાયેલો છે. તેનાથી જો કોઈ વ્યક્તિ સંક્રમિત થાય તો તે બીજા વ્યક્તિઓને સંક્રમિત ખરી શકે છે.

આ પણ વાંચો :અફઘાન આર્મીનો તાલિબાન પર હવાઈ હુમલો , 18 આતંકવાદીઓ ઠાર