Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

બિહાર/ વૃદ્ધાવસ્થા પેન્શન ચેક કરવા ગયા વૃદ્ધ, ખાતામાં આટલા કરોડ જોઇને ઉડી ગયા હોશ!!

એક વૃદ્ધ પોતાના પેન્શનની રકમ ચેક કરાવા ગયા તો તેના ખાતામાં 52કરોડ રૂપિયા હોવાનું સામે આવતા તેનો આખો પરિવાર ચોંકી ઉઠ્યો હતો.

September 17, 2021September 17, 2021Maya Sindhav
India Trending
ખાતામાં

બિહારમાં અચાનક લોકોના બેંક ખાતામાં નાણાં આવવાનો સિલસિલો યથાવત છે. ખાતામાં સતત મોટી રકમ આવી રહી છે. કટિહારના કેસની ચર્ચા હજુ પૂરી થઈ નથી કે મુઝફ્ફરપુર જિલ્લામાંથી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. અહીં એક બેંક ખાતામાં 52 કરોડ રૂપિયાથી વધુ રકમ આવી છે. જે વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે. જેમના ખાતામાં આ રકમ મળી છે તેઓ ખુશી વ્યક્ત કરી શકતા નથી.

આ પણ વાંચો :ટીમ ઈન્ડિયાનાં કેપ્ટન કોહલીએ ઈન્ડિયાનાં કેપ્ટન સમાન PM મોદીને પાઠવી જન્મદિવસની શુભકામનાઓ

આપને જણાવી દઈએ કે, મુજફ્ફરપુર જીલ્લામાં રહેતા રામ બહાદુર શાહ પોતાના વૃદ્ધ પેન્શનની રકમ ચેક કરાવવા માટે એસીએસપી સંચાલક પાસે ગયા હતા. જ્યાં રામ બહાદુરના ખાતામાં 52કરોડથી વધુની રકમ હોવાનું સંચાલકે જણાવતા બધા ચોંકી ઉઠ્યા હતા કે આટલી મોટી રકમ આવી ક્યાંથી ? વૃદ્ધે જણાવ્યું હતું કે તેઓ ખેતી કરીને જીવન પસાર કરે છે. તેના દીકરાએ જણાવ્યું હતું કે મારા પિતાજીના ખાતામાં 52 કરોડથી વધુની રકમ આવી જતા અમે લોકો પણ ચોંકી ઉઠ્યા છીએ. અમે ખેડૂત છીએ, ગરીબ પરિવારમાંથી છીએ અને સરકાર દ્વારા અમને પણ કંઇક મદદ કરવામાં આવે.

આ પણ વાંચો : વડાપ્રધાન મોદીનો જન્મદિવસ અને ટ્વિટર પર રાષ્ટ્રીય બેરોજગાર દિવસનો ટ્રેન્ડ, લોકોએ કહ્યું – બે કરોડ નોકરીઓ ક્યાં છે?

આ મામલે કટરા પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેકટર મનોજ પાંડેએ જણાવ્યું છે કે સ્થાનિક લોકો અને મીડિયાના માધ્યમથી તેઓને જાણકારી મળી છે કે સિંગારીના એક વ્યક્તિના ખાતામાં 52 કરોડથી વધુ રૂપિયા આવી ગયા છે. જેને લઇને અધિકારીઓ દ્વારા જે પણ આદેશ આપવામાં આવશે તેનું અમે પાલન કરીશું.

આ પણ વાંચો : કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા સામાન્ય દર્દી બની હોસ્પિટલ ગયા તો ગાર્ડે ફટકારી લાકડી, પછી જાણો શું થયું ? 

હાલમાં, અમે સ્થાનિક ચોકીદારને આ બાબતે જાણ કરી છે. આવતીકાલે સવારે પોલીસ અધિકારી જઇને આ મામલાની તપાસ કરશે અને તે અધિકારીઓની સંબંધિત બેંકમાં પણ પૂછપરછ કરવામાં આવશે જેમાં તેનું ખાતું છે.

આ પણ વાંચો : PM મોદીને રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિએ જન્મદિવસની પાઠવી શુભકામનાઓ

નોંધનીય છે કે અગાઉ કટિહારમાં બે શાળાના વિદ્યાર્થીઓના બેંક ખાતામાં 960 કરોડ રૂપિયા આવવાના સમાચાર આવ્યા બાદ લોકોને આશ્ચર્ય થયું હતું. જોકે, આ સમાચાર પાછળથી બેન્કે ટેકનીકલ ખામી તરીકે જણાવ્યા હતા. જ્યારે ખાગરીયામાં એક વ્યક્તિના ખાતામાં 5.50 લાખ રૂપિયા આકસ્મિક રીતે આવી ગયા હતા.

આ પણ વાંચો :PM મોદીનો આજે રાજ્ય અને દેશભરમાં મનાવાશે જન્મદિવસ

Post navigation

મલ્ટિ-ડિવાઇસ સપોર્ટ ફીચર લાવ્યું જેની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા, જાણો વિગતો
એમએસ ધોની અને આનંદ મહિન્દ્રાને ભારત સરકારમાં મોટી જવાબદારી મળી

More Posts

Not Set/ ‘બિન-ગાંધી’ને  કોંગ્રેસ અધ્યક્ષ બનાવવાની રાહુલ ગાંધીની વાત સાથે સંમત છે : પ્રિયંકા

August 19, 2020mansi patel

mahira khan/ શાહરૂખ ખાનની કો-સ્ટાર બીજી વખત પ્રેગ્નન્ટ, ‘રઈસ’ ફેમ માહિરાની પ્રેગ્નેન્સીનું શું છે સત્ય?

February 12, 2024Mansi Panara

Not Set/ LIVE : મિશન બંગાળ ૨૦૧૯ની લોકસભા ચૂંટણી બંગાળનું ભવિષ્ય નક્કી કરશે : અમિત શાહ

January 22, 2019January 22, 2019Harshid Patel

Heart Attack/ રાજકોટમાં ઓફિસમાં કામ કરતા યુવકને આવ્યો હાર્ટ એટેક, સારવાર દરમિયાન મોત

September 15, 2023September 15, 2023Hardik Kotecha

Not Set/ આજના જ દિવસે અલ્હાબાદ હાઈકોર્ટે ઇન્દિરા ગાંધીને ચૂંટણી ભ્રષ્ટાચારમાં દોષિત ઠરાવ્યા હતા

June 12, 2018June 12, 2018mantavya

Not Set/ પુલવામા એટેકનો ભારે રોષ,જયપુરની જેલમાં પાકિસ્તાની કેદીની હત્યા

February 20, 2019February 20, 2019Maya Sindhav

બોલિવૂડ/ અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્નાએ કોરોના પીડિતોની મદદ માટે લંબાવ્યા હાથ, UK થી 100 ઓક્સિજન કન્ટેનર્સ મંગાવ્યા

April 27, 2021April 27, 2021Bhavini vasani

Not Set/ ગીર: સિંહોના અપમૃત્યુનો મામલો,હાઈકોર્ટે જાહેર કરી નિર્દેશિકા

October 17, 2018October 18, 2018Nirmal Acharya

Not Set/ સબરીમાલા વિવાદ : રાજ્યવ્યાપી હડતાળ દરમિયાન થયું હિંસક પ્રદર્શન, એકનું મોત

January 3, 2019Harshid Patel
RRR

Movie Masala/ RRR ની મેગા રિલીઝ પહેલા એલર્ટ મોડ પર થિયેટર માલિકો, સિનેમા હોલમાં લગાવી ઘારદાર ખીલીઓ, જાણો કારણ 

March 24, 2022March 24, 2022Maya Sindhav
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy