Maharashtra News: મહારાષ્ટ્રના (Maharashtra) રાયગઢ જિલ્લાના અક્ષી અલીબાગમાં દરિયાકાંઠે 6-7 નોટિકલ માઈલ દૂર રાકેશ ગણ નામના વ્યક્તિની ફિશિંગ બોટમાં આગ લાગી હતી. આ ઘટના શુક્રવારે સવારે 4 વાગ્યે બની હતી. બોટમાં આગની માહિતી મળતા જ નેવીની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.બોટમાં સવાર તમામ 18 લોકોને ભારતીય કોસ્ટ ગાર્ડ અને ભારતીય નૌકાદળ દ્વારા સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. ICGS સાવિત્રીબાઈ ફૂલે, મુંબઈના દરિયાકાંઠે પેટ્રોલિંગ કરી રહ્યા હતા, તેમણે IFBમાં 190 Prongs LT 21 સ્થાન પર આગ જોવી.
#WATCH | Maharashtra: The fishing boat of one Rakesh Gan caught fire 6-7 nautical miles from the coast in Raigad district in In Akshi Alibaug, around 3-4 am. Indian Coast Guard and Indian Navy rescued all 18 crew members from the boat safely: Raigad SP
(Video: Raigad Police) pic.twitter.com/6f4MFm0aQn
— ANI (@ANI) February 28, 2025
દરિયામાં હોડી બળીને રાખ થઈ ગઈ
વીડિયોમાં જોઈ શકાય છે કે આગએ બોટને સંપૂર્ણ રીતે લપેટમાં લીધી છે. હોડી એક બાજુથી નમેલી છે. તે જ સમયે, ભારતીય નૌકાદળના અધિકારીઓ બોટમાં સવાર માછીમારોને બચાવવામાં લાગેલા છે.
આ પણ વાંચો:મહારાષ્ટ્રમા ડિજિટલ લોન એપે શિક્ષકનો જીવ લીધો
આ પણ વાંચો:મહારાષ્ટ્રના આ શહેરમાં ફેલાયો રહસ્યમય રોગ, 73 લોકો અસરગ્રસ્ત; સરકાર એલર્ટ
