દિવાળી એટલે પાવન પર્વ. દિવાળી એટલે ખુશીઓનો પર્વ. દિવડાઓથી જગમગતો તહેવાર એટલે દિવાળી.સંપૂર્ણ દેશમાં દિવાળી ધામધુમથી ઉજવવામાંં આવે છે ત્યારે એક સવાલ ચોક્કસ રૂપે થાય કે શું ખરેખર દિવાળી એટલે ખુશી? દિવાળીમાં ઘણાં એવા પરિવારો જોવા મળે છે કે જેમના માટે દિવાળી એક ચિંતાનો પર્વ બની રહે છે. ઓછી આવક, નાણાં કમાવવાના ઓછા સ્ત્રોતો હોય ત્યારે લોકો કઈ રીતે દિવાળીને એક ખુશીઓના પર્વ તરીકે ઉજવે? એ પણ એક સવાલ છે.
જ્યારે મંત્રીઓ રાજ્ય કે દેશો દુનિયાના પ્રવાસે જાય છે ત્યારે તેમની પાછળ કરોડો રૂપિયાના વ્યય થતાં હોય છે પણ આ જ વ્યય એક સામાન્ય નાગરિક માટે કરવામાં આવે તો પરિણામ કંઈક અલગ આવે જે લોકોના ચહેરા પર ચિંતાની જગ્યાએ ખુશીઓનો ભાવ લઈને આવે. પણ શું આવુંં ખરેખર થાય છે ખરું? આથી જ 30 ટકાથી ઉપરના લોકો દિવાળીને એક ચિંતાના પર્વ તરીકે જોતા હોય છે. એટલે જ એક સામાન્ય નાગરિક તરીકે સવાલ થાય કે શું ખરેખર દિવાળી એટલે ખુશી?