Not Set/ લક્ષ્મી નરસિમ્હા સ્વામી મંદિરમાં કોરોનાનો વિસ્ફોટ, 68 લોકો થયા કોરોનાથી સંક્રમિત

તેલંગાન (Telangana) માં લક્ષ્મી નરસિમ્હા સ્વામી મંદિરના 68 સ્ટાફ કોરોના પોઝિટીવ હોવાનું જાણવા મળ્યું છે. કોરોનાના એકસાથે આટલા કેસ સામે આવ્યા પછી આસપાસના વિસ્તારોમાં હલચલ મચી ગઈ છે.

Top Stories
A 315 લક્ષ્મી નરસિમ્હા સ્વામી મંદિરમાં કોરોનાનો વિસ્ફોટ, 68 લોકો થયા કોરોનાથી સંક્રમિત

દેશમાં સતત કોરોના કેસ વધી રહ્યા છે. દિન પ્રતિદિન એક પછી એક કોરોના કેસના રેકોર્ડ તૂટી રહ્યા છે. ત્યારે આવામાં તેલંગાન (Telangana) માં લક્ષ્મી નરસિમ્હા સ્વામી મંદિરના 68 સ્ટાફ કોરોના પોઝિટીવ હોવાનું જાણવા મળ્યું છે. કોરોનાના એકસાથે આટલા કેસ સામે આવ્યા પછી આસપાસના વિસ્તારોમાં હલચલ મચી ગઈ છે. મંદિરની આજુબાજુમાં રહેતા લોકો સંક્રમિત હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.

વળી, મંદિરના 68 સભ્યો કોરોના પોઝિટિવ આવ્યા બાદ એક મેગા કોરોના વાયરસ પરીક્ષણ શિબિર શરૂ કરવામાં આવ્યું છે, જેથી શક્ય તેટલા લોકો માટે કોરોના ટેસ્ટ થઈ શકે.

આ પણ વાંચો :મને આપો વોટ અને મેળવો ચંદ્રની ટિકિટ, જાણો આવા કેટલા વચનો આપ્યા છે આ ઉમેદવારે

આપને જણાવી દઈએ કે, દેશમાં એક બાજુ ધુળેટીના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આવામાં  ક્ષ્મી નરસિમ્હા સ્વામી મંદિરના એક સાથે 68 સ્ટાફ કોરોના પોઝિટીવ હોવાનું સામે આવ્યા લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.

Kadiri Lakshmi Narasimha Swamy Temple, Anantapur - Timings, History, Pooja  & Aarti schedule,

આ પહેલા શનિવારે તેલંગાનામાં કોરોનાવાયરસના 495 નવા કેસ નોંધાયા હતા. આ સાથે રાજ્યમાં કોરોના ચેપનું પ્રમાણ વધીને 3.05  લાખ થયું છે. આ ઉપરાંત મહામારીમાંથી 247 લોકો બહાર આવ્યા છે.

આ પણ વાંચો :બાંગ્લાદેશે રાખી નેપાળ-ભૂતાનના બજારમાં સીધી પહોંચવાની માંગ, ભારતે રાખી આ શરત

બીજી તરફ, છેલ્લા સાત દિવસોમાં ભારતમાં 1.3 લાખથી વધુ કોરોના કેસ જોવા મળ્યાં છે, તેમ જ ભારતના સાપ્તાહિક કોરોના કેસમાં 51 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. તે જ સમયે, ચેપને કારણે થતા મૃત્યુનાં કેસ પણ ઝડપથી વધી રહ્યાં છે, સાથે જ મૃત્યુનાં કેસમાં પણ 51 ટકાનો વધારો થયો છે.

Andhra Pradesh Tirupati Temple Reopens After 80 Days, Mask And Social  Distancing Compulsory For Pilgrims - तिरुपति मंदिर में 80 दिन बाद  श्रद्धालुओं ने किए दर्शन, मास्क और सोशल डिस्टेंसिंग ...

ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા અપડેટ કરવામાં આવેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાક દરમિયાન 68,250 નવા કેસો મળી આવ્યા છે.  કોરોનાના એક્ટિવ કેસમાં ફરી એક વખત બમ્પર ઉછાળો જોવા મળ્યો છે.કોરોના ના એક્ટિવ કેસ 5.18 લાખ નોંધવામાં આવ્યા છે.માત્ર મહારાષ્ટ્રમાં જ 24 કલાક દરમિયાન 40,414 કેસ નોંધવામાં આવ્યા છે, છેલ્લા 24 કલાકમાં 295ના મોત થયા છે. કુલ મૃત્યુઆંક 1.61 લાખને પાર પહોંચ્યો છે. આ દરમિયાનમાં 32,140 દર્દીઓ કોરોના મુક્ત થયા છે.

આ પણ વાંચો :હોળીનાં તહેવાર પર PM મોદી અને રાષ્ટ્રપતિ કોવિંદે દેશવાસીઓને પાઠવી શુભકામનાઓ

Telangana: लक्ष्मी नरसिम्हा स्वामी मंदिर के 68 स्टाफ कोरोना पॉजिटिव, मेगा टेस्ट कैंप किया गया शुरू

દેશના 8 રાજ્યોમાં કોરોના મહામારીની સ્થિતિ વધુ ખરાબ છે. આ રાજ્યો મહારાષ્ટ્ર, છત્તીસગઢ, કર્ણાટક, પંજાબ, ગુજરાત, મધ્યપ્રદેશ અને તમિળનાડુ છે. છેલ્લા 24 કલાક દરમિયાન જોવા મળેલા કુલ નવા ચેપમાંથી 81.46 ટકા આ રાજ્યોના છે. આ રાજ્યોમાં રાજસ્થાન, આંધ્રપ્રદેશ, અસમ, લક્ષદ્વીપ, લદાખ, દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, સિક્કિમ, ત્રિપુરા, નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશ અને અંદમાન નિકોબાર ટાપુઓ શામેલ છે.