Not Set/ અમેરિકાનાં ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે ટ્વિટર કરી ભારતીયોને પાઠવી હોળીની શુભેચ્છા

રંગોનો તહેવાર હોળી આજે ભારતભરમાં ધૂમધામથી ઉજવવામાં આવી રહ્યો છે. હોળીના વિશેષ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે તમમાં ભારતીયોને શુભેચ્છાઓ પાઠવી છે.

Top Stories World
A 316 અમેરિકાનાં ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે ટ્વિટર કરી ભારતીયોને પાઠવી હોળીની શુભેચ્છા

રંગોનો તહેવાર હોળી આજે ભારતભરમાં ધૂમધામથી ઉજવવામાં આવી રહ્યો છે. હોળીના વિશેષ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે તમમાં ભારતીયોને શુભેચ્છાઓ પાઠવી છે. કમલા હેરિસે ટ્વિટર દ્વારા તેમના અભિનંદન સંદેશમાં  કહ્યું કે આ દિવસે તેમના મતભેદોને બાજુ પર રાખીને એક સાથે આવો.

કમલા હેરિસે ટ્વિટર પર લખ્યું, ” હોળીની શુભેચ્છા, હોળી રંગોનો તહેવાર છે. આ રંગ તમારા અને તમારા પ્રિયજને લગાવો. હોળીનો તહેવાર સકારાત્મકતાથી ભરેલો છે. આ દિવસે આપણે આપણા મતભેદો ભૂલીને એક સાથે આવવું જોઈએ.”

આ પણ વાંચો :લક્ષ્મી નરસિમ્હા સ્વામી મંદિરમાં કોરોનાનો વિસ્ફોટ, 68 લોકો થયા કોરોનાથી સંક્રમિત

આપને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન સ્કોટ મોરિસને પણ લોકોને હોળીની શુભેચ્છા પાઠવી છે. મોરિસે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયામાં વસતા હિન્દુ સમુદાયને હોળીની શુભકામના પાઠવી છે.

આ પણ વાંચો :બાંગ્લાદેશે રાખી નેપાળ-ભૂતાનના બજારમાં સીધી પહોંચવાની માંગ, ભારતે રાખી આ શરત

આપને જણાવી દઈએ કે, આ અગાઉ દેશના પીએમ મોદીએ પણ દેશવાસીઓને હોળીની શુભેચ્છા પાઠવી છે. તેમણે તેમના ટ્વીટમાં લખ્યુ છે કે, આપ સૌને હોળીની ખૂબ ખૂબ શુભકામનાઓ. આનંદ, ઉમંગ, હર્ષ અને ઉલ્લાસનાં આ તહેવાર દરેકનાં જીવનમાં નવો જોશ અને નવી ઉર્જાનું સંચાર કરે.

આ પણ વાંચો :રાષ્ટ્રપતિ રામનાથ કોવિદે GNCTD બિલને આપી મંજૂરી, હવે દિલ્હીમાં LG જ ‘સરકાર’

ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને હોળી સહીત આગામી તહેવારોમાં ભીડ અટકાવવા પત્ર લખ્યો છે. ધુળેટી પર કોરોનાવાયરસનો બીજો સ્ટ્રેન પણ જોવા મળી રહ્યો છે. જ્યાં રંગ છે, ગુલાલ છે… પરંતુ જાહેર કાર્યક્રમો પર પ્રતિબંધ છે. દેશમાં કોરોનાનાં વધતા જતા કેસોને કારણે અનેક રાજ્યોમાં હોળીને લઈને સરકારોએ માર્ગદર્શિકા જારી કરી છે. તેથી, ઘરની બહાર જતા પહેલાં અને એકવાર તમારા સાથીઓને રંગ લગાવતા પહેલા, માર્ગદર્શિકા પર પણ નજર રાખવી જરૂરી છે. જો કે આ માર્ગદર્શિકાનાં કારણે સામાન્ય જનતામાં ક્યાંક ગુસ્સો તો ક્યાંક લોકોમાં નિરાશા જોવા મળી રહી છે.