Not Set/ ગુજરાત કેડરના IPS જી.એસ.મલીકને ડેપ્યુટેશન પર દિલ્હી મુકાયા,જાણો વિગત

ગુજરાત કેડરના 1993ની બેંચના આઇપીએસ અને બીએસએફના વડા જ્ઞાનેન્દ્રસિંહ મલીકને ડેપ્યુટેશન પર દિલ્હી મુકવામાં આવ્યા છે

Top Stories Gujarat
130 ગુજરાત કેડરના IPS જી.એસ.મલીકને ડેપ્યુટેશન પર દિલ્હી મુકાયા,જાણો વિગત

હાલમાં આઇએએસ અને આઇપીએસની બદલીનો દોર ચાલુ થયો છે. છેલ્લા ઘાણા સમયથી ઉચ્ચ અધિકારીઓની બદલી કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાત કેડરના 1993ની બેંચના આઇપીએસ અને બીએસએફના વડા જ્ઞાનેન્દ્રસિંહ મલીકને ડેપ્યુટેશન પર દિલ્હી મુકવામાં આવ્યા છે. મલીકની સાથે- સાથે 1993ની બેંચના અન્ય રાજયના અન્ય 19 આઇપીએસ અધિકારીઓને પણ ડેપ્યુટેશન પર દિલ્હી મુકવામાં આવ્યા છે.

નોંધનીય છે કે મલીકની સુપરવિઝન હેઠળ ગત સપ્તાહે એક સામટી 11 બોટ અને 6 પાકિસ્તાની પકડાયા બાદ ગઇકાલે વધુ 7 પાકિસ્તાની બોટ હરામીનાળા ક્રિકમાંથી મળી આવી હતી. કચ્છના હરામી નાળા સહિત ૩૦૦ ચો.કિ.મી. વિસ્તારમાં ફેલાયેલા ક્રીક વિસ્તારમાં ચાલી રહેલા ઓપરેશન દરમ્યાન બીએસએફન આજે વાધુ સફળતા મળી છે. વધુ બોટ પકડાતા હરામીનાળામાંથી અઠવાડિયામાં કુલ 18 પાકિસ્તાની બોટ પકડાઈ હતી