દેશમાં બેરોજગારી/ કોરોનાની બીજી લહેરે છીનવી કરોડો લોકોની નોકરી, અંદાજે 97 ટકા પરિવારોની આવકમાં થયો ઘટાડો

કોરોના વાયરસ મહામારીની બીજી લહેરનાં કારણે, દેશમાં 1 કરોડથી વધુ લોકો તેમની નોકરી ગુમાવી ચૂક્યા છે. મીડિયા અહેવાલો અનુસાર, ગયા વર્ષે કોરોના મહામારીની શરૂઆત થઈ ત્યારથી, લગભગ 97 ટકા પરિવારોની આવકમાં ઘટાડો થયો છે.

Top Stories Trending
1 39 કોરોનાની બીજી લહેરે છીનવી કરોડો લોકોની નોકરી, અંદાજે 97 ટકા પરિવારોની આવકમાં થયો ઘટાડો

કોરોના વાયરસ મહામારીની બીજી લહેરનાં કારણે, દેશમાં 1 કરોડથી વધુ લોકો તેમની નોકરી ગુમાવી ચૂક્યા છે. મીડિયા અહેવાલો અનુસાર, ગયા વર્ષે કોરોના મહામારીની શરૂઆત થઈ ત્યારથી, લગભગ 97 ટકા પરિવારોની આવકમાં ઘટાડો થયો છે.

1 40 કોરોનાની બીજી લહેરે છીનવી કરોડો લોકોની નોકરી, અંદાજે 97 ટકા પરિવારોની આવકમાં થયો ઘટાડો

વિધાનસભા ચૂંટણી / વર્ષ 2022 માં 300 થી વધુ બેઠકો સાથે ઐતિહાસિક વિજય મેળવીશુંઃ કેશવ પ્રસાદ મોર્ય

મીડિયા અહેવાલો અનુસાર, આ માહિતી સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઇકોનોમી (સીએમઆઈઇ) નાં ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર મહેશ વ્યાસે શેર કરી છે. તેમનું કહેવું છે કે મે મહિના દરમિયાન બેરોજગારીનો દર 12 ટકા નોંધાયો છે, જ્યારે એપ્રિલ દરમિયાન આ આંકડો 8 ટકા હતો. જો આપણે આંકડા જોઈએ તો આ ગાળામાં લગભગ 1 કરોડ લોકો નોકરી ગુમાવી ચુક્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમનું કહેવું છે કે કોવિડ-19 ચેપની બીજી લહેરને કારણે લોકો બેરોજગાર બની ગયા છે. તેમનું કહેવું છે કે અર્થવ્યવસ્થા પાટા પર આવે તે પછી સમસ્યાનું સમાધાન થાય તેવી સંભાવના છે. તેમનું કહેવું છે કે નવી નોકરી શોધવા માટે બેરોજગાર લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અસંગઠિત ક્ષેત્રમાં, જ્યાં નોકરીઓ ખૂબ જ ઝડપથી મેળવી શકાય છે, વળી બીજી બાજુ સંગઠિત ક્ષેત્રમાં સારી નોકરીઓ મેળવવામાં સમય લાગે છે. આપને જણાવી દઇએ કે, ગયા વર્ષે મે  હિના દરમિયાન કોરોના વાયરસનાં રોગચાળાને કાબૂમાં રાખવાના ઉદ્દેશ્યથી લાદવામાં આવેલા દેશવ્યાપી લોકડાઉનને કારણે દેશમાં બેકારીનો દર 23.5 ટકાનાં રેકોર્ડ સ્તરે પહોંચ્યો હતો.

1 41 કોરોનાની બીજી લહેરે છીનવી કરોડો લોકોની નોકરી, અંદાજે 97 ટકા પરિવારોની આવકમાં થયો ઘટાડો

વધુ એક સંકટ / ચીને ફરી ચિંતા વધારી, અહી બર્ડ ફ્લૂનાં કોઈ ખાસ સ્ટ્રેનથી માનવીય સંક્રમણનો પહેલો કેસ નોંધાયો

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઘણા નિષ્ણાતો કહે છે કે કોરોના સંક્રમણની બીજી લહેર તેના ચરમ પર છે અને હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યો ધીરે ધીરે આર્થિક પ્રતિબંધોને હળવા કરવાનું શરૂ કરશે અને આર્થિક પ્રવૃત્તિઓને મંજૂરી આપવાનું શરૂ કરશે. મીડિયા અહેવાલો અનુસાર, તેમનું કહેવું છે કે ભારતીય અર્થવ્યવસ્થા માટે બેરોજગારીનો દર 3-4 ટકા સામાન્ય ગણી શકાય છે.

kalmukho str 28 કોરોનાની બીજી લહેરે છીનવી કરોડો લોકોની નોકરી, અંદાજે 97 ટકા પરિવારોની આવકમાં થયો ઘટાડો