Not Set/ શું તમને કોરોના થઇ ચુક્યો છે? તો આ આયુર્વેદિક ઉપાયો વિશે જાણો, રોગપ્રતિકારક શક્તિ મેળવવામાં કરશે મદદ

આજે આપણે કોવિડ પછી પણ જે લક્ષણો સામાન્ય રીતે દર્દીઓમાં એક થી દોઢ મહિના સુધી જોવા મળતા હોય છે, તેના વિશે તથા પોસ્ટ કોવિડ કરવાનાં આયુર્વેદિક ઉપાયો વિશે જાણકારી મેળવશું.

Health & Fitness Lifestyle
1 129 શું તમને કોરોના થઇ ચુક્યો છે? તો આ આયુર્વેદિક ઉપાયો વિશે જાણો, રોગપ્રતિકારક શક્તિ મેળવવામાં કરશે મદદ

આજે આપણે કોવિડ પછી પણ જે લક્ષણો સામાન્ય રીતે દર્દીઓમાં એક થી દોઢ મહિના સુધી જોવા મળતા હોય છે, તેના વિશે તથા પોસ્ટ કોવિડ કરવાનાં આયુર્વેદિક ઉપાયો વિશે જાણકારી મેળવીશું.

પોસ્ટ કોવિડ પછી જોવા મળતું સૌથી સામાન્ય લક્ષણ કે જે મોટાભાગનાં દર્દીઓમાં જોવા મળે છે, તે છે,

1. Weakness : મોટા ભાગે વાઇરલ ઇન્ફેક્શનમાં બોડી મસલ્સમાં થાક અનુભવાય છે, જેથી દરેક ને weakness નો અનુભવ થતો હોય છે, પરંતુ ધીરે ધીરે 2-3 વીક પછી આ weakness દૂર થતી જાય છે.

2. શ્વાસ : જે દર્દીઓ modrate to seveare કોરોના પોઝિટિવ હોય છે, તેમને ઘણીવાર આ લક્ષણ પોસ્ટ covid પણ જોવા મળે છે, જે 95 ટકાથી ઓછું જાય તો તુરંત આ લક્ષણમાં ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

3. ઘુટણમાં દુઃખાવો: આ લક્ષણ મોટાભાગનાં વાયરલ ઇન્ફેક્શનમાં જોવા મળે છે, પણ ધીરે ધીરે આ લક્ષણ ઓછું થતું જાય છે.

4. ખાંસી :કોરોનામાં કફનું કંજેશન વધારે પ્રમાણમાં થઈ જતું હોવાથી કોરોના પછી પણ ઘણીવાર ખાંસી જોવા મળે છે.

ઉપાયો:

1. સૂંઠ, તજ પાઉડર,અને મરી પાઉડર 1-1 ચમચી સરખા ભાગે દિવસ માં 2 વાર મધ સાથે લેવું.
2. ગુડુચી કવાથમાં અજમો, તુલસી, હળદળ, ત્રિકટુ,અને ગોળ નાખી ગરમ ગરમ દિવસમાં 2 વાર લેવું.
3. 2 ચમચી ગાયનાં ઘી માં 1 ચમચી ઘઉંનો લોટ નાખી શેકી કાઢવો, ત્યાર બાદ તેમાં સૂંઠ, ગંઠોડા, ગોળ, 1 ગ્લાસ પાણી નાખી તથા 2 થી 3 વાળા કેસરનાં નાખી રાબ બનાવવી અને આ રાબ સવાર સાંજ બે ટાઈમ પીવાથી પોસ્ટ covid પછી આવેલી weakness દૂર થાય છે.
4. યોગ્ય વિધિ થી બનાવેલું ચ્યવનપ્રાશ 1-1 ચમચી સવાર સાંજ લેવું.
5. અજમો અને ફુદીનો નાખીને દિવસમાં 1 થી 2 વાર ઓછામાં ઓછા 15 મિનિટ સુધી નાસ લેવો.
6. આદુનાં રસમાં અડધી ચમચી મરી પાઉડર અને 1 ચમચી મધ મેળવીને સવાર સાંજ લેવું.
7. નાગરવેલનાં પાનમાં મરી, લવિંગ, ઈલાયચી, તુલસી, કડવો લીમડો, ફુદીનો, આદું, વરિયાળી નાખી તેનું સેવન જમ્યા પછી સવાર સાંજ કરવું.
8. એક હળદળનાં ગાંઠિયા થોડા ટુકડા કરી તે ટુકડા ત્રણ ટાઈમ સવાર સાંજ ચૂસવા.
9. લીંબુ, નારંગી, નારિયેળ, દાડમ, પાઈનેપલ જેવા ફ્રુટ અને કાચા સલાડનું સેવન વધારે કરવું.

પોસ્ટ કોરોના આ ઉપાયો કરવાથી શરીરમાં ફરીવાર ઇન્ફેક્શન થવાનો ખતરો રહેતો નથી, અને શરીર ફરી પાછું નવી રોગપ્રતિકારક શક્તિ મેળવે છે, તેમાં બે મત નથી.

*ઉપરનાં ઉપાયોથી ફાયદો થતો હોવા છતાં કોઈ પણ સારવાર નિષ્ણાંતની સલાહમાં રહીને જ કરવાની સલાહ છે.

ડો. જાહ્નવી બેન ભટ્ટ
મોબાઈલ નંબર : 9428598098

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ