Not Set/ વિટામીન C થી થાય આ ફાયદાઓ, જાણો

અમદાવાદ જો તમે સવારે મોર્નિંગ વોક માટે નથી ઉઠી સકતા તો ગભરાશો નહીં. સંશોધકોએ હવે આ મુસિબતનું તારણ શોધી કાઢ્યું છે.  એક સંશોધનમાં જાણવા મળ્યું કે, રોજ વિટામીન સીનું સેવન કરવાથી સ્થુળતાથી ગ્રસ્ત લોકોને પણ એ જ ફાયદો થાય છે જે રોજ મોર્નિંગ વોક અને વ્યાયામ કરવાથી થાય છે. વધુ વજન અને સ્થુળતાથી ગ્રસ્ત લોકોની […]

Health & Fitness
AAAAAAAAAAAAAAAMAHU 10 વિટામીન C થી થાય આ ફાયદાઓ, જાણો

અમદાવાદ

જો તમે સવારે મોર્નિંગ વોક માટે નથી ઉઠી સકતા તો ગભરાશો નહીં. સંશોધકોએ હવે આ મુસિબતનું તારણ શોધી કાઢ્યું છે.  એક સંશોધનમાં જાણવા મળ્યું કે, રોજ વિટામીન સીનું સેવન કરવાથી સ્થુળતાથી ગ્રસ્ત લોકોને પણ એ જ ફાયદો થાય છે જે રોજ મોર્નિંગ વોક અને વ્યાયામ કરવાથી થાય છે.

વધુ વજન અને સ્થુળતાથી ગ્રસ્ત લોકોની રક્ત વાહિનીઓમાં સુક્ષ્ણ વાહિની પ્રોટીનને અસર કરે છે, જેને એંડોથલીન (ઈટી)-1 કહેવામાં આવે છે. ઈટી-1નું વધુ સક્રિય હોવાથી વાહિનીઓમાં લોહીનું પ્રવાહ ઓછું થઈ જાય છે, જેના કારણે નાળી સંબંધિત બીમારીઓ  ફેલાવાની શક્યતા વધુ રહે છે.

download 4 વિટામીન C થી થાય આ ફાયદાઓ, જાણો

રોજ વ્યાયામના કારણે ઈટી-1ની ગતિવિધિ ઓછી થઈ જાય છે, પરંતુ દિનચર્યામાં વ્યાયામને સામેલ કરવું એ પડકારસમાન પણ થઈ શકે છે. અમેરિકાની કોલોરાડો યુનિવર્સિટીમાં કરવામાં આવેલ સંશોધનમાં વિટામીન સીની તપાસ કરવામાં આવી હતી. જેમાં જાણવા મળ્યું કે, આ વાહિનીઓની પ્રક્રિયામાં સુધારો કરે છે અને ઈટી-1ના સ્તરને ઓછું કરે છે.

 

images 1 વિટામીન C થી થાય આ ફાયદાઓ, જાણો

સંશોધનમાં એ પણ જાણવા મળ્યું કે, વિટામીન સીના સેવનથી એ જ રીતે ઈટી-1ના સ્તરમાં ઘટાડો થાય છે. જેટલો રોજ વ્યાયામ કરવાથી થાય છે. સંશોધકોએ  જણાવ્યું કે, વિટામીન સી સ્થુળતાથી ગ્રસ્ત લોકોમાં ઈટી-1ની માત્રાને ઓછુ કરવામાં એક ખાસ જીવનશૈલી રણનીતિના રૂપમાં કામ કરે છે. સંશોધકોએ પોતાના આ નવા સંશોધનને અમેરિકામાં જ્યોર્જિયાના સેવન્નાહમાં એંડોથલીન પર આયોજિત 14માં આંતરરાષ્ટ્રીય સંમેલનમાં રજુ કર્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.