કેન્દ્ર સરકારનાં નવા કૃષિ કાયદા સામે ખેડૂતોનું આંદોલન ખતમ થવાનું નામ નથી લઈ રહ્યુ. ખેડૂતોને સમજાવવા સરકાર એક તરફ જુદી જુદી દરખાસ્તો મોકલી રહી છે તો બીજી તરફ ખેડૂત સંગઠનનાં નેતાઓ કૃષિ કાયદાને રદ કરવા ઉપર મક્કમ છે. 8 ડિસેમ્બરે ભારત બંધ બાદ ખેડૂત આગેવાનોએ તેમની માંગણીઓ અંગે એક દિવસ માટે ઉપવાસ આંદોલન કર્યા હતા. દિલ્હીનાં સીએમ અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીનાં કાર્યકરોએ પણ ખેડૂતોનાં સમર્થનમાં ઉપવાસ કર્યા હતા. દરમિયાન, હવે સામાજીક કાર્યકર અન્ના હઝારેનો ખુલ્લો ટેકો ખેડૂતોને મળ્યો છે.

અન્ના હજારેએ સોમવારે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરને ખેડૂતોનાં મુદ્દે પત્ર લખ્યો છે. અન્ના હઝારેએ પોતાના પત્રમાં એમએસ સ્વામિનાથન કમિશનની ભલામણોનાં અમલ સહિત ખેડૂતોની માંગણીઓ અને કેન્દ્ર સરકારની નિષ્ફળતા સામે ફરીથી ભૂખ હડતાલ પર ઉતરવાની ચેતવણી આપી છે. આપને જણાવી દઇએ કે, ‘ભારત બંધ’ પહેલા પણ અન્ના હજારેએ ખેડૂતોનાં સમર્થનમાં એક દિવસ ઉપવાસ કર્યા હતા. આટલું જ નહીં, તેમના પત્રમાં અન્ના હઝારેએ સરકારને કહ્યું છે કે, જો ખેડૂતોની માંગણીઓ નહીં સંતોષાય તો તેઓ ‘જન આંદોલન’ પણ કરશે.
Social activist Anna Hazare has written to Union Agriculture Minister stating that he will launch hunger strike against Central Government if the farmers issues are not resolved pic.twitter.com/nX7DDA6yet
— ANI (@ANI) December 14, 2020
કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરને લખેલા પત્રમાં અન્ના હઝારેએ કહ્યું હતું કે, ‘લોકપાલ આંદોલન’ દરમિયાન તત્કાલિન કોંગ્રેસની સરકાર હચમચી ઉઠી હતી. આ ખેડૂતોનો વિરોધ પણ હું આ જ પંક્તિ પર જોઉં છું, ખેડૂતો દ્વારા કરાયેલા ભારત બંધનાં દિવસે મેં એક દિવસ ઉપવાસ કર્યા હતા, આજે પણ ખેડૂતોને મારો સંપૂર્ણ સમર્થન છે. જો ખેડૂતોની સમસ્યાનું સમાધાન ન આવે તો હું ફરીથી અનશન પર ઉતરીશ. અન્ના હઝારેએ કેન્દ્ર સરકારને તેમની અગાઉની માંગણીઓ અંગે ચેતવણી પણ આપી છે. તેમણે કહ્યું હતું કે, તત્કાલીન કૃષિ મંત્રી રાધામોહન સિંહ રાલેગણસિદ્ધિ આવ્યા હતા અને લેખિત ખાતરી આપી હતી, પરંતુ હજી સુધી તેનું પાલન થયું નથી.
કોરોનાનાં કારણે આ દેશનાં પ્રધાનમંત્રીનું નિધન
આજથી ડિઝિટલ લેવડ-દેવડ RTGS ની સુવિધા 24 કલાક
એકવાર ફરી સાંસદ પ્રજ્ઞા ઠાકુર વિવાદમાં, કહ્યુ- ક્ષત્રિયો વધુ પેદા કરે બાળકો
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
