Not Set/ PMLA કોર્ટ તરફથી કૌભાંડી માલ્યાને મળ્યો ઝટકો, જાહેર કર્યો ભાગેડુ આર્થિક આરોપી

મુંબઈ, દેશની બેન્કોને ૯ હજાર કરોડ કરતા વધુ રૂપિયાનો ચૂનો લગાવી વિદેશમાં ભાગી જનારા લિકર કિંગ વિજય માલ્યાને શનિવારે સૌથી મોટો ઝટકો લાગ્યો છે. PMLA (પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ)ની સ્પેશિયલ કોર્ટ દ્વારા વિજય માલ્યાને ભાગેડુ આર્થિક આરોપી જાહેર કર્યો છે. આ સાથે જ દેશની તપાસ એજન્સીઓ આ કૌભાંડીની તમામ સંપત્તિ જપ્ત કરી શકશે. Special […]

Top Stories India Trending

મુંબઈ,

દેશની બેન્કોને ૯ હજાર કરોડ કરતા વધુ રૂપિયાનો ચૂનો લગાવી વિદેશમાં ભાગી જનારા લિકર કિંગ વિજય માલ્યાને શનિવારે સૌથી મોટો ઝટકો લાગ્યો છે.

PMLA (પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ)ની સ્પેશિયલ કોર્ટ દ્વારા વિજય માલ્યાને ભાગેડુ આર્થિક આરોપી જાહેર કર્યો છે. આ સાથે જ દેશની તપાસ એજન્સીઓ આ કૌભાંડીની તમામ સંપત્તિ જપ્ત કરી શકશે.

શનિવારે PMLA કોર્ટમાં EDની એક પીટીશન પર સુનાવણી હાથ ધરાઈ હતી, જેમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની ધારા ૨ F હેઠળ આ મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે.

આ કાયદાની જોગવાઈ મુજબ, જે વ્યક્તિગુનો કર્યા બાદ દેશ છોડીને ભાગી જાય છે, તપાસ માટે કોર્ટમાં હાજર થતો નથી તેમજ તેના વિરુધ ગેર જમાનતી વોરંટ જાહેર કરવામાં આવી ચુક્યું છે ત્યારે તેને ભાગેડુ આર્થિક અપરાધી જાહેર કરવામાં આવે છે.

national-vijay-mallya-declared-economic-fugitive-offender-pmla-court-mumbai

PMLA એક્ટ હેઠળ હવે આરોપી જાહેર થયા બાદ હવે અપરાધીની તમામ સંપત્તિઓ જપ્ત કરવાનો અધિકાર મળી ગયો છે. આ સાથે જ માલ્યાની કર્ણાટક, ઈંગ્લેંડ અને અન્ય સ્થળો પર રહેલી સંપત્તિ ED જપ્ત કરી શકશે.