હત્યા/ ભાવનગરમાં ઘર કંકાસના લીધે પતિએ જ પત્નીની કરી કરપીણ હત્યા

ગુજરાતના ભાવનગર જિલ્લામાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ઘરના કંકાસના લીધે પતિએ જ પોતાની પત્નીની હત્યા કરી નાંખતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઇ ગઇ છે.

Top Stories Gujarat
19 5 ભાવનગરમાં ઘર કંકાસના લીધે પતિએ જ પત્નીની કરી કરપીણ હત્યા
  • ભાવનગર શહેરમાં ફરી એક હત્યાની ઘટના
  • રૂપાણી પાસે દિવડી ચોક પાસે હત્યાનો બનાવ
  • ઘરેલુ ધર કંકાસમાં પતિએ જ કરી પત્ની હત્યા
  • છાયાબેન રાઠોડ નામની 50 વર્ષીય મહિલાની હત્યા
  • પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથધરી

ગુજરાતના ભાવનગર જિલ્લામાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ઘરના કંકાસના લીધે પતિએ જ પોતાની પત્નીની હત્યા કરી નાંખતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઇ ગઇ છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ભાવનગરના રૂપાણી પાસે દિવડી ચોક પાસે આ હત્યાનો બનાવ બન્યો હતો. પતિએ જ પોતાની પત્નીની કરપીણ હત્યા કરી નાંખતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો  છે, આ ઘટનાની જાણ પોલીસને થતા  ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. આ મૃતકનું નામ થાયાબેન રાઠોડ છે.

ઉલ્લેખનીય છે કે હાલ પોલીસ આ હત્યા મામલે પતિની સઘન પુછપરછ કરી રહી છે, . આ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવી છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.