Not Set/ દિલ્હીમાં પાર્લામેન્ટ્રરી બોર્ડની બેઠક-ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં સીએમ કોને બનાવવાની ચર્ચા

ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં સીએમ કોને બનાવવા તે માટે દિલ્હીમાં પાર્લામેન્ટ્રરી બોર્ડની બેઠક પૂરી થઇ છે. પીએમ મોદીની અધ્યક્ષતામાં આ બેઠક મળી હતી. જેમાં પાર્ટીના અધ્યક્ષ અમિત શાહ, ગૃહમંત્રી રાજનાથ સિંહ, વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ હાજર રહ્યા હતા. આ ઉપરાંત નાણામંત્રી અરૂણ જેટલી, નિતીન ગડકરી હાજર રહ્યા હતા અને ગુજરાત અને હિમાચલના સીએમના નામને લઇને ચર્ચા […]

Top Stories
59425918 દિલ્હીમાં પાર્લામેન્ટ્રરી બોર્ડની બેઠક-ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં સીએમ કોને બનાવવાની ચર્ચા

ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં સીએમ કોને બનાવવા તે માટે દિલ્હીમાં પાર્લામેન્ટ્રરી બોર્ડની બેઠક પૂરી થઇ છે. પીએમ મોદીની અધ્યક્ષતામાં આ બેઠક મળી હતી. જેમાં પાર્ટીના અધ્યક્ષ અમિત શાહ, ગૃહમંત્રી રાજનાથ સિંહ, વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ હાજર રહ્યા હતા. આ ઉપરાંત નાણામંત્રી અરૂણ જેટલી, નિતીન ગડકરી હાજર રહ્યા હતા અને ગુજરાત અને હિમાચલના સીએમના નામને લઇને ચર્ચા કરાવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં સીએમના પદ માટેની રેસમાં સ્મૃતિ ઇરાની, મનસુખ માંડવિયા, કર્ણાટકના રાજયપાલ વજુભાઇ વાળા અને રૂપાલા છે. ત્યારે હવે ગુજરાતની ગાદી કોને સોંપવામાં આવશે તેના પર સૌ કોઇની નજર મંડાયેલી છે.તો બીજી તરફ ગુજરાત અને હિમાચલમાં ભાજપની સરકાર બનાવવા બદલ જનતાનો અને કાર્યકરનો આભાર માન્યો હતો.