Not Set/ અમદાવાદીઓ ચેતી જજો, શહેરમાં નોંંધાયો ઓમિક્રોનનો શંકાસ્પદ કેસ

ઓમિક્રોન હવે ધીમે ધીમે જનતા અને તંત્ર માટે એક મુસિબતનું કારણ બનતુ જઇ રહ્યુ છે. સૌથી પહેલા જામનગરમાં ઓમિક્રોનનાં કેસ આવ્યા બાદ હવે અમદાવાદમાં ઓમિક્રોનનો શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. 

Top Stories Ahmedabad Gujarat
Omicron case in Sola civil
  • અમદાવાદમાં ઓમિક્રોનનો શંકાસ્પદ કેસ
  • સોલા સિવિલમાં ઓમિક્રોનનાં શંકાસ્પદ દર્દીની સારવાર
  • દર્દીનો કોરોના રિપોર્ટ આવ્યો હતો પોઝિટીવ
  • ગઇકાલે રિપોર્ટ પોઝિટીવ આવતા કરાયો દાખલ
  • સેમ્પલને વધુ તપાસ માટે લેબમાં મોકલાયા
  • હાલ દર્દીને ઓક્સિજન પર રાખવામાં આવ્યો

કોરોનાનો નવો વેરિઅન્ટ ઓમિક્રોન હવે ધીમે ધીમે જનતા અને તંત્ર માટે એક મુસિબતનું કારણ બનતુ જઇ રહ્યુ છે. સૌથી પહેલા જામનગરમાં ઓમિક્રોનનાં કેસ આવ્યા બાદ હવે અમદાવાદમાં ઓમિક્રોનનો શંકાસ્પદ કેસ સામે આવ્યો છે.

આ પણ વાંચો – Covid-19 / હવે ગણતરીનાં સમયમાં ખબર પડી જશે ઓમિક્રોન છે કે નહી, જાણો કેવી રીતે

આપને જણાવી દઇએ કે, સમગ્ર વિશ્વમાં આજે કોરોનાનાં નવા વેરિઅન્ટ ઓમિક્રોને હાહાકાર મચાવ્યો છે. ત્યારે ભારતમાં પણ આ વેરિઅન્ટની એન્ટ્રી બાદ લોકોમાં ફફડાટ જોવા મળ્યો છે. તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, અમદાવાદમાં આવેલી સોલા સિવિલમાં ઓમિક્રોનનાં શંકાસ્પદ દર્દીની સારવાર થઇ રહી છે. આ દર્દીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. દર્દીનો પોઝિટિવ કેસ સામે આવ્યા બાદ તેના સેમ્પલને વધુ તપાસ માટે લેબમાં મોકલાયા છે. તાજેતરમાં આ દર્દીને ઓક્સિજન પર રાખવામાં આવ્યો છે.

આ પણ વાંચો – ભાવુક પળ / દિલીપ કુમારના 99માં જન્મદિવસ પર સાયરા બાનુ થયા ભાવુક, જુઓ કેવી રીતે ધર્મેન્દ્રએ સાંભળ્યા  

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ઓમિક્રોનનાં ત્રણ દર્દીઓ સામે આવ્યા છે જે આઈસોલેશનમાં આ દર્દીઓ નેગેટિવ ન થાય ત્યાં સુધી તેમને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા હોવાનો સ્વીકાર રાજ્યનાં આરોગ્ય અગ્ર સચિવ મનોજ અગ્રવાલે કર્યો છે.