Digambar Kamat/ ગોવામાં કોંગ્રેસને મોટો ફટકો! પૂર્વ સીએમ દિગંબર કામત જોડાઈ શકે છે ભાજપમાં

ગોવાના પૂર્વ મુખ્યમંત્રી અને વર્તમાન ધારાસભ્ય દિગંબર કામત ભાજપમાં જોડાઈ શકે છે. સૂત્રોના હવાલાથી આ માહિતી સામે આવી છે.

Top Stories India
Digambar-Kamat

ગોવાના પૂર્વ મુખ્યમંત્રી અને વર્તમાન ધારાસભ્ય દિગંબર કામત ભાજપમાં જોડાઈ શકે છે. સૂત્રોના હવાલાથી આ માહિતી સામે આવી છે. દિગંબર કામત ભાજપ-કોંગ્રેસમાં ઘણી વખત આવતા-જતા રહ્યા છે. 1994માં તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. તેઓ ગોવામાં બે ચૂંટણી જીત્યા છે. તેઓ 2005માં કોંગ્રેસમાં પાછા ફર્યા અને 2005માં ભાજપની આગેવાની હેઠળની મનોહર પર્રિકર સરકારને ઉથલાવી નાખવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

તેઓ 2007 થી 2012 સુધી ગોવાના મુખ્યમંત્રી પણ હતા. 7 વખત ધારાસભ્ય રહી ચૂકેલા કામત 2002ની ગોવા વિધાનસભા ચૂંટણીમાં મુખ્યમંત્રી પદ માટે સૌથી આગળ હતા. 68 વર્ષીય કામતે આ વિધાનસભા ચૂંટણી તેમના ગઢ માર્ગોમાંથી જીતી હતી.

10 માર્ચે આવેલા પરિણામોમાં ભાજપને 20 બેઠકો મળી હતી. તે બહુમતીના આંકડા (21)થી માત્ર એક સીટ દૂર હતી. હાલમાં ભાજપે MGP અને 3 અપક્ષ ધારાસભ્યોના સમર્થનથી સરકાર બનાવી છે. ચૂંટણીમાં 40 સભ્યોની વિધાનસભામાં કોંગ્રેસને 11 બેઠકો મળી હતી. હાર પછી, માર્ચના અંતમાં, કોંગ્રેસે ગોવામાં નવા પ્રમુખ તરીકે અમિત પાટકરની નિમણૂક કરી. જ્યારે દિગંબર કામતનો કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. પરંતુ હવે તેઓ ભાજપમાં જોડાયા હોવાના અહેવાલ છે.

અહેવાલોમાં કહેવામાં આવી રહ્યું છે કે દિગંબર કામતને મુખ્યમંત્રી પ્રમોદ સાવંતની સરકારમાં ઉર્જા મંત્રી બનાવવામાં આવી શકે છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2017માં સૌથી મોટી પાર્ટી બન્યા બાદ 2022ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનું પ્રદર્શન ખૂબ જ શરમજનક રહ્યું હતું. 2017ની ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસને ચકમો આપીને રાજ્યમાં ત્રીજી વખત સરકાર બનાવી હતી.

આ પણ વાંચો:ઝોમેટો-સ્વિગી પર યુઝર્સની ફરિયાદોનો ઢગલો, 30 મિનિટ સુધી થઇ ગયું હતું બંધ

આ પણ વાંચો:ઈમરાન ખાને લોનનો બનાવ્યો રેકોર્ડ, 75 વર્ષમાં જેટલું દેવું ન્હોતું ચડ્યું તેટલું 3 વર્ષમાં વધારી દીધું

આ પણ વાંચો: 100 કરોડના વસૂલી કેસમાં પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખને CBIનું તેડુ