Not Set/ રાજકોટ/ 15 વર્ષની સગીરાનું અપહરણ કરી યુવકે ત્રણ દિવસ સુધી આચર્યું દુષ્કર્મ

રાજ્યમાં હજુ પણ બળાત્કાર ઘટનાઓ યથાવત્ જોવા મળી રહી છે. રાજકોટ તાલુકાના જીયાણા ગામે રહેતી 15 વર્ષીય કિશોરીને વાંકાનેરના યુવકે સામે અપહરણ બાદ દુષ્કર્મનો આરોપ લગાવતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે સગીરાને યુવકે લગ્નની લાલચ આપી રાજકોટમાં બગીચામાં ત્રણ દિવસ સુધી ગોંધી રાખી ત્રણ વખત દુષ્કર્મ આચર્યું હતું. સગીરાના પરિવારજનોની ફરિયાદ […]

Rajkot Gujarat
LEGAL.MARITALRAPE.www .goastreets.com e1570965244788 રાજકોટ/ 15 વર્ષની સગીરાનું અપહરણ કરી યુવકે ત્રણ દિવસ સુધી આચર્યું દુષ્કર્મ

રાજ્યમાં હજુ પણ બળાત્કાર ઘટનાઓ યથાવત્ જોવા મળી રહી છે. રાજકોટ તાલુકાના જીયાણા ગામે રહેતી 15 વર્ષીય કિશોરીને વાંકાનેરના યુવકે સામે અપહરણ બાદ દુષ્કર્મનો આરોપ લગાવતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે સગીરાને યુવકે લગ્નની લાલચ આપી રાજકોટમાં બગીચામાં ત્રણ દિવસ સુધી ગોંધી રાખી ત્રણ વખત દુષ્કર્મ આચર્યું હતું. સગીરાના પરિવારજનોની ફરિયાદ પરથી પોલોસ વધુ તપાસ હાથ ધારી છે.

રાજકોટ તાલુકાના જીયાણા ગામે રહેતા અને ખેતીકામ કરતા વૃધ્ધે કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં તેમની 15 વર્ષીય દીકરીનું અપહરણ કરી બળાત્કાર ગુજારવા અંગે મૂળ વાંકાનેરના ખખાણા ગામના અને હાલ નવાગામ રંગીલા સોસાયટીમાં રહેતા જીગ્નેશ કાળુભાઇ થોરિયા સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત તારીખ 24ના બપોરે તેઓ કામ સબબ રાજકોટ આવ્યા હતા અહીં એક ગાર્ડમાં કિશોરીને ગોંધી રાખી તેના પર ત્રણ વખત દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું.

દુષ્કર્મ આચર્યા બાદ યુવક કિશોરીને રાજકોટમાં તેની બહેનના ઘર નજીક મૂકીને ફરાર થઈ ગયો હતો. આ મામલે કુવાડવા પોલીસે કિશોરીની માતાની ફરિયાદ બાદ અપહરણ, બળાત્કાર અને પોક્સો હેઠળ ગુનો નોંધ્યો છે.

બે દિવસ બાદ રાજકોટમાં રહેતા જમાઈએ ફરિયાદીને ફોન કરીને દીકરી તેમની પાસે આવી છે તેવું જણાવતા તાબડતોબ તેઓ દોડી ગયા હતા ત્યાં દીકરીએ એવું જણાવ્યું હતું કે જીગ્નેશ લગ્નની લાલચ આપી બાઇકમાં બેસાડી ગાર્ડન રેસ્ટોરન્ટમાં લઇ ગયો હતો ત્યાં બે દિવસ અને બે રાત રોકાયા હતા.

આ દરમિયાન તેણે 3 વખત શરીર સંબંધ બાંધ્યો હતો બાદમાં તેણીને કરણાભાઇના ગાર્ડન રેસ્ટોરન્ટની પાછળ રહેતી બહેનના ઘર નજીક મૂકી ગયો હતો આ કબૂલાત આધારે ફરિયાદ નોંધાવતા પીઆઇ એમ આર પરમાર સહિતના સ્ટાફે ગુનો નોંધી નાશી છૂટેલા શખ્સની શોધખોળ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.