પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદીને ચીનનો જવાબ
ઉયગર મુસ્લિમોની સ્થિતિ તપાસવા માટે, ચીન બોલાવ્યો
બાદ આફ્રિદીએ ટ્વીટ ડીલીટ કર્યું
એક તરફ પાકિસ્તાની ક્રિકેટર ડેનિશ કનેરિયા આરોપ લગાવી રહ્યો છે કે તેની સાથે હિન્દુ તરીકે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. બીજી તરફ, પાકિસ્તાનનો ભૂતપૂર્વ ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદી, ચીનમાં મુસ્લિમોના પર થી રહેલા જુલમ પર બોલવું ભારે પડ્યું છે. ચીને શાહિદ આફ્રિદીને પ્રતિક્રિયા આપી છે કે, તેમણે અફવાઓ પર ધ્યાન ન આપવું જોઈએ અને જાતે અહીં આવી ને તપાસ કરવી જોઈએ.
હકીકતમાં, ભૂતપૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદીએ સોમવારે ટ્વિટ કરીને દેશના વડા પ્રધાન ઇમરાન ખાનને સીધી વિનંતી કરી છે કે તેઓ ચીનમાં ઉયગર મુસ્લિમોના જુલમ સામે અવાજ ઉઠાવે.
હવે ચીને પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદીને તેના ઝિંજીયાંગ વિસ્તારમાં ઉયગર મુસ્લિમોનોના મુદ્દો ઉઠાવતા જવાબ આપ્યો છે. ચીને આફ્રિદીને અફવાઓના પ્રભાવમાં ન આવવા અને પરિસ્થિતિ જાતે જ જોવાનું કહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.