Not Set/ ખાનગી વાહનમાં પાવાગઢ જવાનું વિચારી રહ્યા છો તો, વાંચી લો આ અહેવાલ, નહીં તો થશે પસ્તાવો

ગુજરાતમાં એક બાજુ કોરોના વાયરસ કહેર મચાવી રહ્યો છે અને દિનપ્રતિદિન કોરોના કેસો અટકાવવા સરકાર કામ કરી રહી છે, તો બીજી તરફ સરકાર પણ અનલોક ની પ્રક્રિયા સરળ બનાવી રહી છે,

Gujarat Others
a 69 ખાનગી વાહનમાં પાવાગઢ જવાનું વિચારી રહ્યા છો તો, વાંચી લો આ અહેવાલ, નહીં તો થશે પસ્તાવો

ગુજરાતમાં એક બાજુ કોરોના વાયરસ કહેર મચાવી રહ્યો છે અને દિનપ્રતિદિન કોરોના કેસો અટકાવવા સરકાર કામ કરી રહી છે, તો બીજી તરફ સરકાર પણ અનલોક ની પ્રક્રિયા સરળ બનાવી રહી છે, પરંતુ નવરાત્રીના તહેવારમાં રાજ્યના ઘણા બધા મંદિરો પણ બંધ છે, એમાંનું એક પાવાગઢ મંદિર પણ, જેથી જો તમે ખાનગી વાહનમાં પાવાગઢ જવાનું વિચારી રહ્યા છો તો તમારી માટે ખાસ સમાચાર સામે આવી છે.

કોરોના વાયરસના સંક્રમણને જોતા સ્થાનિક તંત્ર દ્વારા યાત્રાધામ પાવાગઢ તરફ આવતા તમામ પ્રકારના ખાનગી વાહનો પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યું છે અને આ માટે જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

આપને જણાવી જણાવી દઈએ કે, પાવાગઢ ખાતે આસો નવરાત્રિ પર્વ દરમિયાન ખૂબ મોટી સંખ્યામાં યાત્રાળુઓ દર્શનાર્થે આવતા હોય છે. ત્યારે એવામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેમજ ટ્રાફિક નિયમન બરાબર સચવાય તેમજ કોરોના સંક્રમણ ના ફેલાય તેની તકેદારીના ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા આ પગલા લેવામાં આવ્યાં છે.

સ્થાનિક તંત્ર દ્વારા હાલોલ ટિમ્બી ત્રણ રસ્તાથી, ધનકુવા ચોકડીથી, વડા તળાવથી તથા ટપલાવાવ તરફથી પાવાગઢ તરફ જતા તમામ પ્રકારના ખાનગી વાહનો પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આ પ્રતિબંધ 31 ઓક્ટોબર 2020 સુધી અમલમાં રહેશે.

આ જાહેરનામાના જણાવ્યા મુજબ, આ જાહેરનામાંનો ભંગ કરનાર વિરૂદ્ધ ભારતના ફોજદારી અધિનિયમની કલમ-188 મુજબ દંડ પણ કરવામાં આવશે.