deesa/ કંસારી ત્રણ રસ્તેથી રેતી ભરેલું ડમ્પર ઝડપાયું, કુલ રૂ. ૧૦,૧૧,૯૭૭ નો મુદ્દામાલ કબ્જે

મંગળવારે સવારે પેટ્રોલિંગ દરમ્યાન ચોક્કસ બાતમી આધારે પોલીસે ટ્રકને રોકાવી હતી. આ દરમ્યાન ચાલક પાસે રોયલ્ટીની કોઇ પાવતી ન હોવાથી તેની અટક કરી હતી. આ સાથે ટ્રકનું વજન કરાવી કુલ કિ.રૂ. ૧૦,૧૧,૯૭૭નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Top Stories Gujarat Others
popular 11 કંસારી ત્રણ રસ્તેથી રેતી ભરેલું ડમ્પર ઝડપાયું, કુલ રૂ. ૧૦,૧૧,૯૭૭ નો મુદ્દામાલ કબ્જે

ડીસા રૂરલ પોલીસે રેતી ચોરી કરતાં ડમ્પર સાથે ચાલકને ઝડપી પાડ્યો છે. મંગળવારે સવારે પેટ્રોલિંગ દરમ્યાન ચોક્કસ બાતમી આધારે પોલીસે ટ્રકને રોકાવી હતી. આ દરમ્યાન ચાલક પાસે રોયલ્ટીની કોઇ પાવતી ન હોવાથી તેની અટક કરી હતી. આ સાથે ટ્રકનું વજન કરાવી કુલ કિ.રૂ. ૧૦,૧૧,૯૭૭નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાસકાંઠા જીલ્લાના ડીસા તાલુકાના કંસારી ત્રણ રસ્તા પાસેથી બાતમી આધારે પોલીસે રેતી ચોરી કરતી ટ્રકને ઝડપી પાડી છે. ડીસા રૂરલ પોલીસ મથકના અ.પો.કો. ભુરાભાઇ સહિતનો સ્ટાફ કંસારી ત્રણ રસ્તા પાસે પેટ્રોલિંગમાં હતો. આ દરમ્યાન ચોક્કસ બાતમી મળી હતી કે, બનાસ નદીના પટમાંથી ગેરકાયદેસર રીતે રોયલ્ટી વગર પોતાના ડમ્પરમાં સાદી રેતીની ચોરી કરી નીકળનાર છે. જેથી પોલીસે બાતમી આધારે ચાલક સહિત ટ્રક ઝડપી પાડી હતી.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, પોલીસે ટ્રક સાથે ચાલક ગીરધારીભાઇ ભમરાભાઇ મેઘવાળ ( રહે. પાચલા, તા. સાંચોર, જી.જાલોર )ની અટક કરી કોરોના ટેસ્ટ અંગેની કાર્યવાહી શરૂ કરી છે. આ સાથે ચાલક રેતી ક્યાંથી ભરી લાવ્યો તે બાબતે પુછતાં તેણે મહાદેવીયા ગામ નજીક બનાસ નદીમાં આવેલ રસીકજી સુરાજી ઠાકોરની ક્વોરીમાંથી ભરી લાવ્યો હોવાનું કહેતાં પોલીસે બંને સામે ફરીયાદ દાખલ કરી છે. આ સાથે પોલીસે ટ્રકની કિ.રૂ.૧૦,૦૦,૦૦૦  સહિત કુલ કિ.રૂ. ૧૦,૧૧,૯૭૭ નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપીઓ સામે આઇપીસીની કલમ ૩૭૯, ૧૧૪ અને એમએમડીઆર એક્ટની કલમ ૨૧ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ડીસામાંથી પસાર થતી બનાસ નદીમાંથી મોટાપાયે રેતીની તસ્કરી થઈ રહી છે. મોકળું મેદાન જોઈ રેત માફિયાઓ રાત દિવસ રેતી ઉલેચે છે. તેમાં પણ બનાસની રેતી બાંધકામ માટે શ્રેષ્ઠ ગણાય છે. તેથી આ રેતી બિનધિકૃત રીતે ડમ્પરો અને ટ્રકો મારફત છેક મહેસાણા જિલ્લા અને રાજસ્થાન રાજ્યમાં ઠલવાય છે. તેથી એકબાજુ કુદરતી સંપદાના દુર્વ્યય સાથે રોયલ્ટી રૂપે સરકારને બેવડો ચુનો લાગે છે.