નિધન/ જૂનાગઢના પૂર્વ સાંસદ અને રાજ્ય સરકારના પૂર્વ મંત્રી મો.લા.પટેલનું આજે 90 માં જન્મદિવસે જ અવસાન

જૂનાગઢના પૂર્વ સાંસદ રાજ્ય સરકારના પૂર્વ મંત્રી અને પૂર્વ કોર્પોરેટર અગ્રણી કેળવણીકાર મો.લા.પટેલનું આજે અવસાન થતાં સમગ્ર જૂનાગઢમાં ઘેરો શોક છવાયો છે. જોગાનુજોગ આજના દિવસે તેમનો જન્મદિવસ પણ હતો.તેઓનો

Gujarat
mola patel 2 જૂનાગઢના પૂર્વ સાંસદ અને રાજ્ય સરકારના પૂર્વ મંત્રી મો.લા.પટેલનું આજે 90 માં જન્મદિવસે જ અવસાન

જૂનાગઢના પૂર્વ સાંસદ રાજ્ય સરકારના પૂર્વ મંત્રી અને પૂર્વ કોર્પોરેટર અગ્રણી કેળવણીકાર મો.લા.પટેલનું આજે અવસાન થતાં સમગ્ર જૂનાગઢમાં ઘેરો શોક છવાયો છે. જોગાનુજોગ આજના દિવસે તેમનો જન્મદિવસ પણ હતો.તેઓનો જન્મ 5-3-1933ના રોજ ઉપલેટાના કોલકી ખાતે થયો હતો. તેઓની વિદાય પહેલા તેઓ માનવ સેવાની અનોખી સુવાસ પ્રસરાવી ગયા છે.

Political / સો ઉંદર મારી અને બિલાડી હજ યાત્રા પર નીકળી, પ્રકાશ જાવડેકરનો રાહુલ પર પ્રહાર

જુનાગઢ કડવા પટેલ સમાજ માં ધરોહર આધારસ્તંભ સમાન જ્ઞાતિની કરોડરજ્જુ ગણવામાં આવતા મોહનભાઈ લાલજીભાઈ પટેલનું ટૂંકું નામ મો.લા્ પટેલ તરીકે ઓળખાય છે. નાનપણથી જ સમાજસેવાના ભેખધારી હતા. મૂળ કોલકી (ઉપલેટા)ના વતની હતા.જુનાગઢ કંઈક કરી છૂટવાની ભાવના સાથે સમાજનું સંગઠન કરી અને જ્ઞાતિ પ્રત્યે ગામડાઓના અભણ માતા-પિતાના બાળકોને શિક્ષણ આપવા પટેલ કેળવણી મંડળ ની સ્થાપના કરી હતી.

Covid-19 / નવા કેસોનાં મામલે 17 માંથી 5 માં નંબરે પહોંચ્યો દેશ, માત્ર આ દેશ છે ભારતથી આગળ

આજે કેજીથી લઇને તમામ પ્રકારની કોલેજ સુધીની દીકરીઓ માટે આશીર્વાદરૂપ કામગીરી તેઓ કરી ચૂક્યા છે. તેમજ 90 વર્ષની ઉંમરે તેઓએ દુનિયાને અલવિદા કરી દીધું છે. ઉમરની છેલ્લી ઘડી સુધી તેઓ યુવાનોને પણ શરમાવે તેવી સ્ફૂર્તિ ધરાવતા હતા, બે વખત સાંસદ રહી રેલવે સહિતના પ્રશ્નો ઉકેલ્યા બાદ ગુજરાત સરકારના મંત્રી પદે રહ્યા હતા, તેમજ ત્યારના મુખ્ય મંત્રી નરેન્દ્રભાઇ મોદીની સરકારે પણ દીકરીઓની યોજનાની તેમની લાગણીને માન આપી અને તેનો અમલ કર્યો હતો.

Political / સોમવારે ગાંધીનગરમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાને ભાજપની પાર્લામેન્ટરી બેઠક, છ મનપાના પદાધિકારીઓના નામ થશે નિર્ધારિત

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…