Not Set/ સુરેન્દ્વનગર કલેક્ટર કે.રાજેશે લલકાર્યુ “કસૂંબી નો રંગ” કિર્તીદાન પણ રહી ગયા દંગ

ગુજરાતનાં પ્રસિધ્ધ લોક ગાયક કિર્તીદાન ગઢવી સાથેનો સુરેન્દ્રનગરના કલેક્ટર કે.રાજેશનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સુરેન્દ્રનગરના કલેક્ટર કે.રાજેશે પોતાના ટ્વીટર પર આ વીડિયો અપલોડ કર્યો છે. આ વીડિયોમાં કિર્તીદાન ગઢવી અને કે.રાજેશ જાણીતા ગુજરાતી ગીત કસૂંબીનો રંગ ગાઈ રહ્યા છે. જન્મથી દક્ષિણ ભારતીય એવા કે.રાજેશે ખૂબ સરસ રીતે આ ગીત ગાઈ સૌને ચોંકાવ્યા છે. […]

Gujarat Others
k rajesh સુરેન્દ્વનગર કલેક્ટર કે.રાજેશે લલકાર્યુ "કસૂંબી નો રંગ" કિર્તીદાન પણ રહી ગયા દંગ

ગુજરાતનાં પ્રસિધ્ધ લોક ગાયક કિર્તીદાન ગઢવી સાથેનો સુરેન્દ્રનગરના કલેક્ટર કે.રાજેશનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સુરેન્દ્રનગરના કલેક્ટર કે.રાજેશે પોતાના ટ્વીટર પર આ વીડિયો અપલોડ કર્યો છે. આ વીડિયોમાં કિર્તીદાન ગઢવી અને કે.રાજેશ જાણીતા ગુજરાતી ગીત કસૂંબીનો રંગ ગાઈ રહ્યા છે. જન્મથી દક્ષિણ ભારતીય એવા કે.રાજેશે ખૂબ સરસ રીતે આ ગીત ગાઈ સૌને ચોંકાવ્યા છે.

ગજરાત કેડરનાં આ IAS ઓફિસ દ્વારા રાષ્ટ્રિય કવી ઝવેરચંદ મેધાની દ્વારા નિરમીત આ લોકગીતને ગુજરાતી લહેકામાં એટલી સ્વરબધ્ધ રીતે ગાવામાં આવી રહ્યું છે કે જાણે કે. રાજેશનો પરંપરાગત તળપદિ ગુજરાતીમાં જાણે પારંગત હોય. વીડિયો જોઇને આપ પણ દંગ રહી જશે……..

કોઇ બીન ગુજરાતી જ્યારે ગુજરાતી બોલે ત્યારે મીઠુંડું ગુજરાતી વધારે મીઠાસ પકડે છે તે સામાન્યતા આપણે અનુભવ્યુ હોય છે, પરંતું જ્યારે કોઇ બીન ગુજરાતી ગુજરાતની તળપદિમાં ગાય ત્યારે તે કેવું મધુર લાગે તે તો કહેવું જ શું. અને પાછા ગુજરાતનાં પ્રસિધ્ધ અને સિધ્ધ લોક ગાયક કિર્તીદાન ગઢવી જો આલાપ શીખવતા હોય તે બાકી શું રહે તે તો આપણે પણ નકકી કરવું મુશ્કેલ બને છે, ત્યારે આમ પણ કહી શકાય કે બધુ નક્કી ન કરતા આવુ જ્યારે સામે આવે ત્યારે તેને મન મુકી ને માણવુ જોઇએ…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.