અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇતેહાદુલ મુસ્લિમીન (AIMIM) નું ટ્વિટર એકાઉન્ટ રવિવારે હેક થઈ ગયું હતું. હેકરોએ પાર્ટીના નામની જગ્યાએ એલન મસ્કનું નામ લખ્યું હતું. એટલું જ નહીં, એલન મસ્કનો ફોટો પણ ટ્વિટર ડીપી પર મૂક્યો હતો. એલન મસ્ક વિશ્વનો બીજો સૌથી ધનિક વ્યક્તિ છે. તેની પાસે સ્પીક્સએક્સ અને ટેસ્લા જેવી કંપનીઓ છે.
AIMIM ના યુપી ચીફના ટ્વિટર એકાઉન્ટ પર પણ પ્રતિબંધ
દરમિયાન, રવિવારે ટ્વિટરે AIMIM ના યુપી ચીફના ટ્વિટર એકાઉન્ટ પર પણ પ્રતિબંધ મૂક્યો હતો. જો કે, તેના પર અસ્થાયી ધોરણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. બાદમાં તે ખોલવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : હવે મારી સાથે સેલ્ફી લેવા માટે આપવો પડશે 100 રૂ. ચાર્જ : સંસ્કૃતિ મંત્રી
યુપીની 100 બેઠકો પર ચૂંટણી લડશે ઓવૈસીની પાર્ટી
ઓવૈસીએ તાજેતરમાં જાહેરાત કરી હતી કે તેમનો પક્ષ ઉત્તર પ્રદેશમાં 100 બેઠકો પર લડશે. આ માટે તેમણે ઉત્તર પ્રદેશમાં સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના સહયોગથી ભાગીદારી સંકલ્પ મોરચો બનાવ્યો છે. આમાં વધુ નાના પક્ષો ભાગ લે તેવી અપેક્ષા છે. જો કે ઓવૈસીની ઘોષણા બાદ તે વિરોધી પક્ષોના નિશાના પર પણ છે.
આ પણ વાંચો : મુંબઈમાં ભારે વરસાદ, ચેમ્બૂર અને વિક્રોલીમાં દિવાલ ધરાશાયી થતા 11 લોકોનાં મોત
ઓવૈસીના પડકારને યોગીએ સ્વીકાર્યો
તાજેતરમાં અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું હતું કે તેઓ કોઈપણ સંજોગોમાં 2022 માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં યોગી આદિત્યનાથને મુખ્ય પ્રધાન બનવા દેશે નહીં. ઓવૈસીના પડકાર અંગે સીએમ યોગી આદિત્યનાથે કહ્યું હતું કે ‘ઓવૈસી એક મોટા નેતા છે, તેઓ દેશની અંદર પ્રચાર કરે છે. તેમને ચોક્કસ સમુદાયનો ટેકો છે, પરંતુ તેઓ યુપીની અંદર ભાજપને પડકાર આપી શકતા નથી. ભાજપ તેના મુદ્દાઓ, મૂલ્યો સાથે ચૂંટણીના મેદાનમાં રહેશે. અમે તેના પડકારને સ્વીકારીએ છીએ.
આ પણ વાંચો :મુંબઈમાં જળબંબાકારની સ્થિતિ, શહેરમાં અલગ-અલગ વિસ્તાર પાણીમાં ગરકાવ