Not Set/ ભુજ/ ભાનુશાળીનગરની 8.5 લાખની લુંટ મુદ્દે ત્રણ ની ધરપકડ, જાણો કેવી રીતે ઝડપાયા લુંટારાઓ..?

ભુજના ભાનુશાલીનગરમાં દોઢ માસ અગાઉ થયેલી સાડા 8 લાખની લૂંટનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. અને પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી લીધી છે. ઉલ્લેખનિય છે કે, 18મી ઓક્ટોબરની રાત્રે 10.25 વાગ્યાના અરસામાં શહેરના ભાનુશાલીનગરમાં આ ત્રિપુટીએ લૂંટ કરી હતી. પાન-મસાલાના જથ્થાબંધ વેપારી 70 વર્ષિય રેવાશંકરભાઈ કારીયા અને 58 વર્ષિય નીતિનભાઈ રોકડ રકમ થેલામાં રાખીને બાઈક […]

Gujarat Others
kutch 1 ભુજ/ ભાનુશાળીનગરની 8.5 લાખની લુંટ મુદ્દે ત્રણ ની ધરપકડ, જાણો કેવી રીતે ઝડપાયા લુંટારાઓ..?

ભુજના ભાનુશાલીનગરમાં દોઢ માસ અગાઉ થયેલી સાડા 8 લાખની લૂંટનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. અને પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી લીધી છે. ઉલ્લેખનિય છે કે, 18મી ઓક્ટોબરની રાત્રે 10.25 વાગ્યાના અરસામાં શહેરના ભાનુશાલીનગરમાં આ ત્રિપુટીએ લૂંટ કરી હતી. પાન-મસાલાના જથ્થાબંધ વેપારી 70 વર્ષિય રેવાશંકરભાઈ કારીયા અને 58 વર્ષિય નીતિનભાઈ રોકડ રકમ થેલામાં રાખીને બાઈક પર પરત ઘરે જતા હતા,  ત્યારે ભાનુશાલીનગરમાં તેમના ઘરથી સહેજ આગળ લૂંટનો બનાવ બન્યો હતો. બાઈકસવાર ત્રિપુટીએ ચાલતી બાઈકે રેવાશંકરભાઈના હાથમાં રહેલો થેલો આંચકી લઈ લૂંટ ચલાવી હતી.

ભુજ બી ડિવિઝનના હેડ કોન્સ્ટેબલ હરિશ્ચંદ્રસિંહ જાડેજાને બાતમી મળી હતી કે, શહેરના શાંતિનગરમાં રહેતો જયંતી વરજાંગ દાફડા કશો કામ-ધંધો કરતો નથી,  છતાં તેને જાણે લૉટરી લાગી ગઈ હોઈ તેમ રાતોરાત પૈસાદાર બની ગયો છે. પાણીની જેમ પૈસા વાપરે છે. પોલીસ માટે બસ આટલું ઈનપુટ પૂરતું હતું. પોલીસે તેના મોબાઈલ ફોનની ટેકનિકલ હિસ્ટ્રી ચેક કરતાં લૂંટના દિવસે તેના લોકેશન સહિતની બાબતો ગુનામાં તેની સંડોવણી સૂચવતી હતી.

પોલીસે તેને ઉઠાવી પૂછતાછ કરતાં જ તેણે લૂંટનો ગુનો કબૂલી લઈ ગુનામાં સામેલ અન્ય બે આરોપી ઈરફાન ઊર્ફ સમીર હુસેન જત (ઉ.વ.19, શાંતિનગર) અને હનીફ ઊર્ફ હકલો સાધક સમા (ઉ.વ.22, શાંતિનગર) નામ પણ જણાવી દીધા હતા. ભુજ DySP જે.એમ.પંચાલે જણાવ્યું કે, પોલીસે ત્રણેયની વિધિવત્ ધરપકડ કરી લીધી છે. ત્રણેયને સાથે રાખી લૂંટના બનાવનું રીકન્સ્ટ્રક્શન કરાયું છે. આરોપીઓએ ગુનામાં જે બાઈક વાપર્યું હતુ તે ચોરીનું હતું અને તેને રીકવર કરવા પ્રયાસો હાથ ધર્યાં છે. લૂંટના સાડા 8 લાખ રૂપિયાને ત્રિપુટીએ અંદરોઅંદર વહેંચી લઈ દિવાળીની જાહોજલાલીથી ઉજવણી કરી હતી.

ઉલ્લેખનીય છે કે, 18મી ઓક્ટોબરની રાત્રે 10.25 વાગ્યાના અરસામાં શહેરના ભાનુશાલીનગરમાં આ ત્રિપુટીએ લૂંટ કરી હતી. પાન-મસાલાના જથ્થાબંધ વેપારી 70 વર્ષિય રેવાશંકરભાઈ કારીયા અને 58 વર્ષિય નીતિનભાઈ હેમરાજ કારીયા દુકાન વધાવીને વકરો અને બેન્કમાં ભરવામાં બાકી રહી ગયેલી રોકડ રકમ કપડાના થેલામાં રાખીને બાઈક પર પરત ઘરે જતા હતા ત્યારે ભાનુશાલીનગરમાં તેમના ઘરથી સહેજ આગળ લૂંટનો બનાવ બન્યો હતો. બાઈકસવાર ત્રિપુટીએ ચાલતી બાઈકે રેવાશંકરભાઈના હાથમાં રહેલો થેલો આંચકી લઈ લૂંટ ચલાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.