Not Set/ સ્પોર્ટ્સ/ દ.આફ્રિકાનાં ઓલરાઉન્ડર જેક કાલિસે શેર કરી અડધી દાંઢી-મૂંછવાળી ફોટો, જાણો કારણ

સાઉથ આફ્રિકાનાં પૂર્વ ઓલરાઉન્ડર જેક કાલિસ આ ક્ષણે તેના ફોટોનાં કારણે લોકોમાં ચર્ચાનો વિષય બની ગયો છે. જેક કાલિસનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં દરેક આશ્ચર્યચકિત થઈ ગયા છે. બુધવારે, જેક કાલિસે તેના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી એક ફોટો પોસ્ટ કર્યો છે જેમાં તે અડધી દાઢી-મૂંછ સાથે દેખાય છે. આ ફોટો પોસ્ટ થતાંની […]

Uncategorized
Jack Kallis સ્પોર્ટ્સ/ દ.આફ્રિકાનાં ઓલરાઉન્ડર જેક કાલિસે શેર કરી અડધી દાંઢી-મૂંછવાળી ફોટો, જાણો કારણ

સાઉથ આફ્રિકાનાં પૂર્વ ઓલરાઉન્ડર જેક કાલિસ આ ક્ષણે તેના ફોટોનાં કારણે લોકોમાં ચર્ચાનો વિષય બની ગયો છે. જેક કાલિસનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં દરેક આશ્ચર્યચકિત થઈ ગયા છે. બુધવારે, જેક કાલિસે તેના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી એક ફોટો પોસ્ટ કર્યો છે જેમાં તે અડધી દાઢી-મૂંછ સાથે દેખાય છે. આ ફોટો પોસ્ટ થતાંની સાથે જ તેના ચાહકોએ પ્રશ્નો ઉભા કર્યા છે. દરેક વ્યક્તિને જાણવું હતું કે આખરે તેણે શા માટે આવુ કર્યું.

Instagram will load in the frontend.

જેના જવાબમાં, કાલિસે સ્પષ્ટ કરી દીધું હતું કે તે, આ સમયે દક્ષિણ આફ્રિકામાં ચેલેન્જ ‘Save the Rhino’નો ભાગ બન્યો છે અને તેના કારણે તેણે આવું કર્યું છે. આ ચેલેન્જ અંતર્ગત, જે લોકો આ ચેલેન્જને સ્વીકારે છે, તેઓએ તેમના ચહેરા અને છાતીનાં અડધા વાળ શેવ કરવા પડે છે.

દક્ષિણ આફ્રિકામાં ‘Save the Rhino’ ની એક સંસ્થા પ્રાણીઓને બચાવવા માટે પણ કામ કરી રહી છે. જો કે, કેટલાક યૂઝર્સની કેટલીક રસપ્રદ ટિપ્પણીઓ પણ જોવા મળી હતી. કેટલાક ટ્વિટર યૂઝર્સે લખ્યું છે કે બની શકે છે કાલિસને ક્લીન શેવ અને તેની પત્ની દાઢીનો દેખાવ પસંદ હોય, તેથી તે બંનેને ખુશ રાખવા માટે તેણે આ કર્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.