Not Set/ ચેન્નઇ સુપર કિંગ્સને વધુ એક ઝટકો, સુરેશ રૈના થયો IPL-2020 થી બહાર

  ચેન્નઈ સુપર કિંગ્સનાં દિગ્ગજ બેટ્સમેન સુરેશ રૈનાને આઈપીએલમાંથી બહાર થઇ ગયો છે. હવે રૈના અંગત કારણોસર આઈપીએલની 13 મી સીઝનનો ભાગ બની શકશે નહીં, ફ્રેન્ચાઇઝીએ શનિવારે આ માહિતી આપી હતી. 33 વર્ષીય ક્રિકેટરે તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું હતું. ચેન્નઇ સુપર કિગ્સનાં ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર કાશી વિશ્વનાથને ટ્વિટ કર્યું છે કે, સુરેશ રૈના […]

Uncategorized
d378dbef52a4a2fb21b82a87c377db45 ચેન્નઇ સુપર કિંગ્સને વધુ એક ઝટકો, સુરેશ રૈના થયો IPL-2020 થી બહાર
 

ચેન્નઈ સુપર કિંગ્સનાં દિગ્ગજ બેટ્સમેન સુરેશ રૈનાને આઈપીએલમાંથી બહાર થઇ ગયો છે. હવે રૈના અંગત કારણોસર આઈપીએલની 13 મી સીઝનનો ભાગ બની શકશે નહીં, ફ્રેન્ચાઇઝીએ શનિવારે આ માહિતી આપી હતી. 33 વર્ષીય ક્રિકેટરે તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું હતું.

ચેન્નઇ સુપર કિગ્સનાં ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર કાશી વિશ્વનાથને ટ્વિટ કર્યું છે કે, સુરેશ રૈના અંગત કારણોસર ભારત પરત આવ્યો છે અને આઈપીએલની બાકીની સીઝન માટે ચેન્નઈ સુપર કિંગ્સમાં ઉપલબ્ધ રહેશે નહીં. ચેન્નઈ સુપર કિંગ્સ આ દરમિયાન સુરેશ અને તેમના પરિવારને પૂરુ સમર્થન આપશે. સીએસકેની ટીમ પહેલાથી મુશ્કેલીમાં છે. કોવિડ-19 તપાસમાં ભારતીય ટીમનો ટી-20 નિષ્ણાંત ઝડપી બોલર અને તેની ટીમનાં 12 સભ્યો પોઝિટિવ આવ્યા છે. જે બાદ ટીમે 1 સપ્ટેમ્બર સુધી તેનુ આઈસોલેશન લંબાવી દીધુ છે. આપને જણાવી દઇએ કે, ભારતમાં COVID-19 નાં વધતા જતા કેસોને કારણે આઈપીએલની આગામી સીઝન 19 સપ્ટેમ્બરથી યુએઈમાં યોજાઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.