Not Set/ CAA ને લઇને સૈફ અલી ખાને તોડી ચુપ્પી, શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવો એ સૌનો અધિકાર

ફિલ્મ અભિનેતા સૈફ અલી ખાને નાગરિકતા સુધારો અધિનિયમ અને તેના વિરોધ પ્રદર્શનો પર કહ્યું છે કે, તેઓ ચિંતિત છે. એક ઇન્ટરવ્યુમાં સીએએ અંગેનાં સવાલનાં જવાબમાં સૈફે કહ્યું કે, હું પરિસ્થિતિને વધુ સારી રીતે સમજવાનો પ્રયાસ કરી રહ્યો છું. સારી રીતે સમજ્યા પછી જ હું મારો સ્પષ્ટ અભિપ્રાય આપીશ. સૈફે કહ્યું, મીડિયામાં ઘણું લખાયું છે, ઘણી […]

Uncategorized
743541 saif ali CAA ને લઇને સૈફ અલી ખાને તોડી ચુપ્પી, શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવો એ સૌનો અધિકાર

ફિલ્મ અભિનેતા સૈફ અલી ખાને નાગરિકતા સુધારો અધિનિયમ અને તેના વિરોધ પ્રદર્શનો પર કહ્યું છે કે, તેઓ ચિંતિત છે. એક ઇન્ટરવ્યુમાં સીએએ અંગેનાં સવાલનાં જવાબમાં સૈફે કહ્યું કે, હું પરિસ્થિતિને વધુ સારી રીતે સમજવાનો પ્રયાસ કરી રહ્યો છું. સારી રીતે સમજ્યા પછી જ હું મારો સ્પષ્ટ અભિપ્રાય આપીશ.

સૈફે કહ્યું, મીડિયામાં ઘણું લખાયું છે, ઘણી બાબતોએ અમને ચિંતા કરવાનું કારણ આપ્યું છે. એક નાગરિક તરીકે, અસ્થિરતાની સ્થિતિ તમને ચિંતિત કરે છે. એવું લાગે છે કે ભારતે ઘણી રીતે પોતાની વ્યાખ્યા આપવી પડશે. વિરોધ પ્રદર્શન અંગે સૈફે કહ્યું કે, શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવો એ સૌનો અધિકાર છે, તેને કેવી રીતે નકારી શકાય.

વિવાદિત નાગરિકત્વ કાયદા અંગે ફિલ્મ કલાકારોનું એક મોટું જૂથ વિરોધ કરી રહ્યું છે. ઘણા લોકોએ રસ્તા પર વિરોધ નોંધાવ્યો છે અને ઘણા લોકો તેની સામે સોશિયલ મીડિયા પર લખી રહ્યા છે. ફિલ્મનાં કલાકારો જેમણે કાયદાનો વિરોધ કર્યો છે તેમાં સુશાંત સિંહ, ફરહાન અખ્તર પરિણીતી ચોપડા, રિચા ચડ્ડા, સ્વરા ભાસ્કર, અનુભવ સિન્હા, જીશાન અય્યૂબ, અનુરાગ કશ્યપ, શબાના આઝમી જેવા નામ શામેલ છે. કાયદાનાં વિરોધમાં દેશમાં ઓછામાં ઓછા 18 લોકોનાં મોત નીપજ્યાં છે. અન્ય ઘણા લોકો ઘાયલ થયા છે.

નાગરિકતા સુધારો અધિનિયમ, 2019 ને તાજેતરમાં ગૃહમાંથી મંજૂરી મળી છે. આ કાયદામાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવેલા હિન્દુ, જૈન, શીખ, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તી સમુદાયોનાં શરણાર્થીઓને નાગરિકત્વ આપવાની દરખાસ્ત છે. કોંગ્રેસ અને અનેક સામાજિક સંસ્થાઓ સહિતનાં મોટાભાગનાં વિપક્ષી પક્ષો આ બિલનો વિરોધ કરી રહ્યા છે. દેશભરની મોટી યુનિવર્સિટીઓનાં વિદ્યાર્થીઓ પણ તેની સામે રસ્તાઓ પર ઉતર્યા છે. વિરોધ કરનારા કહે છે કે ધર્મનાં આધારે કાયદા બનાવવા એ ભારતનાં બંધારણ પર હુમલો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.