Not Set/ આનંદીબહેન પટેલને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકે મુકાયા,6 રાજ્યોના ગવર્નર બદલાયા

દિલ્હી,  દેશના 6 રાજ્યોના રાજ્યપાલો બદલાયા છે.રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 6 રાજ્યોના રાજ્યપાલની નિમણૂક અને ટ્રાન્સફર કરી છે.રાષ્ટ્રપતિએ ઉત્તરપ્રદેશના રાજ્યપાલ તરીકે આનંદીબહેન પટેલની નિમણુંક કરી છે. આનંદીબહેન પટેલ મધ્યપ્રદેશના રાજ્યપાલ હતા પણ હવે તેમના સ્થાને મધ્યપ્રદેશના ગવર્નર તરીકે લાલજી ટંડનની નિમણુંક કરાઇ છે. ઉત્તરપ્રદેશના રાજ્યપાલ તરીકે રામ નાઇક હતા,પણ હવે તેમને હટાવી દેવામાં આવ્યા છે. બિહારના રાજ્યપાલ તરીકે […]

Top Stories India
arm 9 આનંદીબહેન પટેલને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકે મુકાયા,6 રાજ્યોના ગવર્નર બદલાયા

દિલ્હી,

 દેશના 6 રાજ્યોના રાજ્યપાલો બદલાયા છે.રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાજ્યોના રાજ્યપાલની નિમણૂક અને ટ્રાન્સફર કરી છે.રાષ્ટ્રપતિએ ઉત્તરપ્રદેશના રાજ્યપાલ તરીકે આનંદીબહેન પટેલની નિમણુંક કરી છે.

આનંદીબહેન પટેલ મધ્યપ્રદેશના રાજ્યપાલ હતા પણ હવે તેમના સ્થાને મધ્યપ્રદેશના ગવર્નર તરીકે લાલજી ટંડનની નિમણુંક કરાઇ છે.

ઉત્તરપ્રદેશના રાજ્યપાલ તરીકે રામ નાઇક હતા,પણ હવે તેમને હટાવી દેવામાં આવ્યા છે.

બિહારના રાજ્યપાલ તરીકે સેવાઓ આપી રહેલા લાલજી ટંડનને મધ્યપ્રદેશના ગવર્નર બનાવવામાં આવ્યા છે.જ્યારે બિહારના રાજ્યપાલ તરીકે ફાગુ ચૌહાન લાલજી ટંડનની જગ્યા લેશે.

સુપ્રિમ કોર્ટના સીનીયર એડવોકેટ જગદીપ ધનકડને પશ્ચિમ બંગાળના રાજ્યપાલ બનાવ્યા છે.પશ્ચિમ બંગાળના રાજ્યપાલ કેશરી નાથ ત્રિપાઠીને હટાવી દેવામાં આવ્યા છે.

ત્રિપુરાના રાજ્યપાલ કપ્તાન સિંહ સોલંકીને હટાવીને રમેશ બૈસને ગવર્નર બનાવવામાં આવ્યા છે.

નાગાલેન્ડના ગવર્નર તરીકે પદ્મનાભ આચાર્યને બદલીને આરએન રવિને મુકવામાં આવ્યા છે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.