Not Set/ તાલિબાનના સંકટ સમયે PM મોદીએ એવું શું કહ્યું જેનાથી અફઘાની ખુશ થઇ જશે

અફઘાનિસ્તાન પર એસસીઓ-સીએસટીઓ સમિટમાં પીએમ મોદીએ કહ્યું કે, અફઘાનિસ્તાનમાં ગંભીર માનવીય સંકટ છે,ભારત સહાય કરવા માંગે છે

Top Stories World
PM TALIBA તાલિબાનના સંકટ સમયે PM મોદીએ એવું શું કહ્યું જેનાથી અફઘાની ખુશ થઇ જશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કરી દીધું છે કે તાલિબાન સંકટના સમયમાં પણ ભારત અફઘાનિસ્તાનના નાગરિકો સાથેની તેની મિત્રતા અને જૂના સંબંધને ભૂલશે નહીં. અફઘાનિસ્તાનમાં ગંભીર માનવીય સંકટનું વર્ણન કરતા પીએમ મોદીએ કહ્યું છે કે ભારત ખોરાક અને દવા મોકલીને મદદ કરવા માંગે છે.

અફઘાનિસ્તાન પર એસસીઓ-સીએસટીઓ સમિટમાં પીએમ મોદીએ કહ્યું કે, અફઘાનિસ્તાનમાં ગંભીર માનવીય સંકટ છે. અફઘાનિસ્તાનમાં લોકોની આર્થિક સમસ્યાઓ આર્થિક અને વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં અવરોધને કારણે વધી રહી છે. આ સાથે કોરોનાનો પડકાર પણ છે, જે તેમને તણાવ આપી રહ્યો છે.

પીએમ મોદીએ કહ્યું, “ભારત વિકાસ અને માનવતાવાદી સહાયતામાં અફઘાનિસ્તાનનો વિશ્વસનીય સાથી છે. અમે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, શિક્ષણ, આરોગ્ય, ક્ષમતા વિકાસ સહિત તમામ ક્ષેત્રોમાં અફઘાનિસ્તાનના તમામ ભાગોમાં યોગદાન આપ્યું છે. આજે પણ આપણે આપણા અફઘાન મિત્રોને અનાજ અને દવા મોકલવા માંગીએ છીએ.

પીએમ મોદીએ કહ્યું, “આપણે સાથે મળીને એ સુનિશ્ચિત કરવું પડશે કે માનવતાવાદી સહાય યોગ્ય રીતે અફઘાનિસ્તાન સુધી પહોંચે. ભારતીયો અને અફઘાન વચ્ચે ખાસ સંબંધ રહ્યો છે. ભારત અફઘાન સમાજને મદદ કરવા માટે તમામ પ્રાદેશિક અને વૈશ્વિક પહેલને સંપૂર્ણ ટેકો આપશે.