PM Modi Pune Visit/ પૂણે પહોંચ્યા પીએમ મોદી, દગડુશેઠ ગણપતિ મંદિરમાં કરી પૂજા અર્ચના

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પૂણે પહોંચી ગયા છે. આ દરમિયાન પીએમ મોદીએ દગડુશેઠ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. પીએમ મોદી આજે મેટ્રો ટ્રેનનું ઉદ્ઘાટન પણ કરશે.

India Trending
Untitled 1 પૂણે પહોંચ્યા પીએમ મોદી, દગડુશેઠ ગણપતિ મંદિરમાં કરી પૂજા અર્ચના

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પૂણે પહોંચી ગયા છે. આ દરમિયાન પીએમ મોદીએ દગડુશેઠ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. પીએમ મોદી આજે મેટ્રો ટ્રેનનું ઉદ્ઘાટન પણ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પણ મહારાષ્ટ્રના પુણે શહેરની મુલાકાતે જવાના છે. અહીં તેઓ વિવિધ વિકાસ યોજનાઓનો શિલાન્યાસ પણ કરશે. આ દરમિયાન તેમને લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવશે. લોકમાન્ય તિલકના વારસાને માન આપવા માટે 1983માં તિલક સ્મારક મંદિર ટ્રસ્ટ દ્વારા આ પુરસ્કારની સ્થાપના કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ એવોર્ડ એવા લોકોને આપવામાં આવે છે જેમણે રાષ્ટ્રની પ્રગતિ અને વિકાસ માટે કામ કર્યું છે. તેમના યોગદાનને નોંધપાત્ર અને અસાધારણ કાર્ય તરીકે જોવામાં આવે છે.

આ પુરસ્કાર દર વર્ષે 1 ઓગસ્ટના રોજ લોકમાન્ય તિલકની પુણ્યતિથિએ આપવામાં આવે છે. આયોજકોના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ પવારને આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે. મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે, ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર પૂણે એરપોર્ટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવા પહોંચ્યા હતા.

આ પણ વાંચો:હરિયાણાના નૂહમાં શા માટે થઈ હિંસા? ગૃહમંત્રી અનિલ વિજે કહ્યું સાચું કારણ!

આ પણ વાંચો:રાહુલ ગાંધી અચાનક પહોંચ્યા દિલ્હીના આઝાદપુર શાક માર્કેટ

આ પણ વાંચો:હરિયાણામાં નૂહ બાદ સોહનામાં હિંસા ફાટી નીકળતા હાઈ એલર્ટ, સ્કૂલ-ઈન્ટરનેટ બંધ

આ પણ વાંચો: મહારાષ્ટ્ર: થાણેમાં ગર્ડર લોન્ચિંગ મશીન તૂટી પડતાં 15 કામદારોનાં મોત