મંતવ્ય સાયક્લોથોન/ મંતવ્ય સાયક્લોથોનમાં લોકોના દિલ જીતતો સૌથી નાનો સાયકલિસ્ટ

મંતવ્ય સાયક્લોથોનમાં સાત વર્ષથી માંડી સિંતેર વર્ષ સુધીના સહુકોઈએ સાયકલ ચલાવીને અંગદાન અંગે સમાજમાં જાગૃતતા ફેલાવવા સ્વૈચ્છાએ અપીલ કરી હતી

Ahmedabad Gujarat Trending
બાળ

મંતવ્ય ન્યૂઝ દ્વારા આજે રાજ્યભરમાં મંતવ્ય સાયકલોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાત વર્ષથી માંડી સિંતેર વર્ષ સુધીના સહુકોઈએ સાયકલ ચલાવીને અંગદાન અંગે સમાજમાં જાગૃતતા ફેલાવવા સ્વૈચ્છાએ અપીલ કરી હતી. અમદાવાદ સહીત રાજ્યભરમાં દરેક જીલ્લા અને તાલુકા મથકે સાયક્લોથોનનું આયોજન કરાવામાં આવ્યું હતું. મંતવ્ય ન્યૂઝ દ્વારા યોજાયેલી આ મહારેલીમાં લોકો ખૂબ ઉત્સાહિત જોવા મળ્યા હતા અને કેટલાક સ્થળો ઉપર તો ગરબા અને ઝુબા ડાંસ પણ કરાયો હતો. આ બધાની વચ્ચે અમદાવાદમાં એક બાળ સાયક્લિસ્ટ સૌનું ધ્યાન ખેંચવામાં આને દિલ જીતવા સફળ રહ્યો હતો.

બાળ

મંતવ્ય સાયકલોથોનની સૌથી મહત્વની બાબત એ છે કે આ આયોજન રાજ્યના દરેક જીલ્લામાં કરવામાં આવ્યું હતું અને જ્યાં આયોજન થયું હતું તે દરેક સ્થળોએ લોકોએ અંગદાન માટે જાગૃતતા બતાવીને અંગદાનનો સંકલ્પ કર્યો હતો. હજારો લોકો મંતવ્ય ન્યૂઝનાં વ્હાઈટ ટીશર્ટ પહેરીને સવારના છ વાગ્યે નિશ્ચિત જગ્યાએથી સાયકલ ચલાવવાની શરૂઆત કરી હતી. આ દરમિયાન અમદાવાદમાં એક સાત વર્ષનો બાળ સાયકલિસ્ટ સાયકલ ચલાવતો અને મંતવ્યના અંગદાન મહાદાન અભિયાનને ટેકો આપવા લોકજાગૃતિ કેળવતો નજરે પડ્યો હતો. આ છોટે સાયકલિસ્ટનું નામ વ્યોમ દોષી છે જે તેના પરિવાર સાથે મંતવ્ય સાયકલોથોનમાં જોડાયો હતો.

બાળ

આ પણ વાંચો : PM મોદીએ ચંપાવત પેટાચૂંટણીમાં CM ધામીની જીત પર અભિનંદન પાઠવ્યા, જાણો શું કહ્યું?