Not Set/ સુરત : આ જાણીતી  હોટેલમાંથી 21 હાઈપ્રોફાઈલ મહિલાઓ દારૂ પીતા ઝડપાઇ

સુરત, હજુ 31 ડિસેમ્બરની વાર છે ત્યાં જ રાજ્યમાં દારૂની પાર્ટીઓનું આયોજન થવાનું ચાલુ થયું છે.સુરતમાંથી શુક્રવારે મોડી રાતે એક જાણીતી હોટેલમાંથી પોલીસે 21 જેટલી મોટા ઘરની મહિલાઓને દારુ પીતા પકડી છે.પોલિસે પકડેલી મહિલાઓ 35થી 40 વર્ષની ઉંમરની છે અને તેમનું પારિવારિક બેકગ્રાઉન્ડ હાઈ પ્રોફાઈલ જાણવા મળ્યું છે. મળતી માહિતી પ્રમાણે સુરતની પિપલોદ ખાતે આવેલી […]

Top Stories Gujarat Surat
Untitled 3 સુરત : આ જાણીતી  હોટેલમાંથી 21 હાઈપ્રોફાઈલ મહિલાઓ દારૂ પીતા ઝડપાઇ
સુરત,
હજુ 31 ડિસેમ્બરની વાર છે ત્યાં જ રાજ્યમાં દારૂની પાર્ટીઓનું આયોજન થવાનું ચાલુ થયું છે.સુરતમાંથી શુક્રવારે મોડી રાતે એક જાણીતી હોટેલમાંથી પોલીસે 21 જેટલી મોટા ઘરની મહિલાઓને દારુ પીતા પકડી છે.પોલિસે પકડેલી મહિલાઓ 35થી 40 વર્ષની ઉંમરની છે અને તેમનું પારિવારિક બેકગ્રાઉન્ડ હાઈ પ્રોફાઈલ જાણવા મળ્યું છે.
મળતી માહિતી પ્રમાણે સુરતની પિપલોદ ખાતે આવેલી ઓઈસ્ટર હોટલમાં 21 હાઈ પ્રોફાઈલ મહીલાઓ દારૂની મહેફીલ માણતા ઝડપાઈ ગઈ છે.
પોલીસે વિસ્કી,બિયર અને વોડકાની પાંચ-છ બોટલ પણ કબજે કરાયાનું જાણવા મળ્યું છે. મહેફિલમાં 40 મહિલા હોવાની શક્યતા હતી,જોકે પોલીસની રેડ આવતા કેટલીક મહિલાઓ ભાગી છૂટવામાં સફળ થઈ હતી.
પીપલોદમાં ડુમસ રોડ પર બિગબઝારની સામે આવેલી હોટલ ઓઇસ્ટરમાં દારૂની મહેફિલ ચાલતી હોવાની બાતમીના આધારે ઉમરા પોલીસે દરોડો પાડ્યો એ સાથે નાસભાગ મચી ગઈ હતી, જેમાં કેટલીક મહિલાઓ પાછલા દરવાજેથી ભાગી છૂટવામાં સફળ રહી હોવાનું પણ જાણવા મળ્યું છે.
સુરતના પોલીસ કમિશનર સતીશ શર્માને મળેલી બાતમીનાં આધારે ઉમરા પોલીસે દરોડો પાડ્યો હતો અને દારુની મહેફીલ માણતી મોટા ઘરની મહિલાઓને પકડી પાડી છે.
જોકે પોલિસે સીવીલ હોસ્પિટલમાં તેમનું આલ્કોહોલનું પરીક્ષણ કરીને ઘરે જવા દીધી હતી.હવે આજે તમામને કોર્ટમાં હાજર કરાશે.
ઉલ્લેખનીય છે કે ઓઇસ્ટર હોટેલ દારૂની મહેફિલ માણવા માટે બદનામ હોવાનું કહેવામાં આવે છે. અગાઉ પણ આ હોલેટમાંથી મહેફિલ માણતા અનેક લોકો પકડાયા છે, તો થોડા સમય પહેલા જ આ હોટેલમાં હુક્કાબાર પણ ઝડપાયું હતું.
પોલીસનાં દરોડામાં ઝડપાયેલી મહિલાઓનાં નામ
હર્ષા કમલ ચૌધરી – ભટાર
રોહિણી રોહિતશેઠ -મગદલ્લા રોડ
આરતી યશ શાહ- પીપલોદ
ધનીષાબેન અમરસિંહભાઈ વડીયા – પીપલોદ
નિધિ વિકાશ જૂનેજા – ઘોડ દોડ રોડ
બિંદીયા દિપક મલ્હોત્રા- વેસુ
મોના અશોક રાય – સીટી લાઈટ
કરીશ્મા ફિરોઝખાન આસીફખાન-અડાજણ
રાનું સુમિતકુમાર – ભટાર
સાક્ષી રવિ યદાની – ઘોડ દોડ રોડ
શીખા અતુલ ખુલ્લર – સીટી લાઈટ
મોના અવનીશ મોદી – અઠવાલાઇન્સ
આરતી અનિલ ચોપરા – પીપલોદ
સીપ્રા સેસવ જૈન – અઠવાલાઇન્સ,
કાજલ મનોજ ચાવાળા-પીપલોદ
શિલ્પા કુણાલ બજાજ – પાર્લે પોઇન્ટ
નીલકમલ વિકાશ મોંઘા – વીઆઇપી રોડ
પ્રિયાંશા વરૂણ ખન્ના – પીપલોડ
મોનીકા હિરેન દમણવાળા – અઠવાલાઇન્સ
રીનાબેન હરુ રોય – પીપલોદ
મમતા અખિલ ડાવર – પાર્લે પોઇન્ટ