Not Set/ દિલ્લી : પ્રદુષણ બાદ ઠંડીનો પ્રકોપ, બેઘર લોકોએ લીધો શેલ્ટર હોમમાં આશરો

દિલ્લી દિલ્લીવાસીઓ હજુ હવાના પ્રદુષણની સમસ્યામાંથી બહાર નથી આવ્યા ત્યાં કાતિલ ઠંડીનો સામનો કરવો પડ્યો છે. ગુરુવારે રાજધાનીમાં ૪ ડીગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું જેને લઈને છેલ્લા ઘણા વર્ષોનો ઠંડીનો રેકોર્ડ તોડી દીધો છે. Delhi: Homeless people move to night shelters in the city to survive freezing winter nights. Visuals from a night shelter near […]

Top Stories India
cold દિલ્લી : પ્રદુષણ બાદ ઠંડીનો પ્રકોપ, બેઘર લોકોએ લીધો શેલ્ટર હોમમાં આશરો

દિલ્લી

દિલ્લીવાસીઓ હજુ હવાના પ્રદુષણની સમસ્યામાંથી બહાર નથી આવ્યા ત્યાં કાતિલ ઠંડીનો સામનો કરવો પડ્યો છે. ગુરુવારે રાજધાનીમાં ૪ ડીગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું જેને લઈને છેલ્લા ઘણા વર્ષોનો ઠંડીનો રેકોર્ડ તોડી દીધો છે.

એવું લાગી રહ્યું છે કે છેલ્લા ઘણા દિવસોથી પહાડી વિસ્તારમાં ભારે બરફ વર્ષા થઇ છે જેને મેદાની વિસ્તારમાં ઠંડી વધી ગઈ છે.

પહાડી વિસ્તારની સાથે સાથે મેદાની વિસ્તારમાં પણ ઠંડીનો પ્રકોપ વધી ગયો છે. ઠંડીના લીધે સૌથી વધારે મુશ્કેલી બેઘર લોકોને થાય છે કે જે લોકો રાત ફૂટપાથ કે રોડ પર વિતાવે છે.

એમ્સ હોસ્પિટલની નજીક બસ સ્ટેન્ડ અને શેલ્ટર હોમમાં આ નજરો જોવા મળ્યો હતો. રૈન બસેરા અને નાઈટ શેલ્ટર ઘણા બેઘર લોકોને કાતિલ ઠંડીમાં આશરો આપ્યો છે. તો બીજા લોકોને બસ સ્ટેન્ડ પર જ સુવાનો વારો આવ્યો છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજધાની દિલ્લીમાં હજુ બે દિવસ આવી જ ઠંડી પડવાની છે. ઉત્તર પશ્ચિમથી આવતી ઠંડી હવાએ દિલ્લીનું વાતાવરણ ઠંડુ કરી દીધું છે જેને લઈને છેલ્લા પાંચ દિવસથી ઠંડી વધી ગઈ છે. આ ઉપરાંત વાદળની કમીને લીધે પણ રાતના સમયે તાપમાન ઓછુ થતું જાય છે.