Surat/ સુરત : હીરા ઉદ્યોગ માટે માઠા સમાચાર, અમેરિકાએ રશિયાની વસ્તુ પર પ્રતિબંધની વાત કરતા ‘ડાયમંડ ઉદ્યોગ’માં જોવા મળી શકે મંદી

સુરતના હીરા ઉદ્યોગ માટે માઠા સમાચાર સામે આવ્યા છે. અમેરિકા સહિત G7 દેશો દ્વારા પોલિશડ ડાયમંડને લઈને જે નિર્ણય લેવાયો છે. તેનાથી સુરતના મેન્યુફેક્ચર ઉપર ખૂબ મોટી અસર પડી શકે તેમ છે.

Top Stories Gujarat Surat

@ દિવ્યેશ પરમાર

સુરતના હીરા ઉદ્યોગ માટે માઠા સમાચાર સામે આવ્યા છે. છેલ્લા ઘણા સમય થી સુરતનો ડાયમંડ ઉદ્યોગ મંદી ની સ્થિતિમાં દેખાઈ રહ્યો છે.  અમેરિકા સહિત G7 દેશો દ્વારા પોલિશડ ડાયમંડને લઈને જે નિર્ણય લેવાયો છે. તેનાથી સુરતના મેન્યુફેક્ચર ઉપર ખૂબ મોટી અસર પડી શકે તેમ છે. આ પહેલાથી રશિયા અને યુકેન યુદ્ધના કારણે સુરતના ડાયમંડ ઉદ્યોગને મોટો માર પડ્યો હતો. તેના બાદ હવે પોલિશ્ડ ડાયમંડને લઈને અમેરિકા સહિત અન્ય દેશોએ કરેલા નિર્ણયથી સુરતનો હિરા ઉદ્યોગ વધુ મંદી તરફ ધકેલાઈ શકે છે.

Surat, where the World's Diamonds find a Home - History and Legacy

હાલ ડાયમંડ સીટી સુરત માં ઘણા સમયથી મંદી નો માર પડી રહ્યો.છે..ખાસ હીરા ઉદ્યોગ માં મંદી આવે તેથી સમગ્ર સુરત માં પણ તમામ વ્યવસાય માં મંદી જોવા મળે છે..હાલ અમેરિકાએ રશિયા ના હીરા લર પ્રતિબંધ ની વાત કહેતા જ સુરત નો હીરા ઉદ્યોગ ચિંતા માં છે ખાસ સુરતમાં આવતા રફ ડાયમંડ પૈકીના 30% ડાયમંડ રશિયાની અલરોસા ખાણ માંથી આવે છે. સુરત ના કટીંગ એન્ડ પોલિસીંગ બિઝનેસ ઉપર ખૂબ મોટી અસર થશે. અમેરીકા સહિત G7 દેશોએ નિર્ણય કર્યો છે કે હવે પછી રશિયા પાસેથી આવતા રફ ડાયમંડ ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ લગાડવામાં આવે અને તેના માટે તેમને કેટલાક નિયમો પણ કડક કરી દીધા છે. રશિયામાંથી આવેલા રફ ડાયમંડ માંથી પોલીસ થઈને કોઈ જ્વેલરી પણ બનશે તો તેની પણ વિગત મંગાવવામાં આવી રહી છે જેને કારણે રશિયાના ડાયમંડમાંથી તૈયાર થયેલી જ્વેલરી ઉપર પણ પ્રતિબંધ લાગી જશે. જેની સીધી અસર સુરતના ડાયમંડ ઉદ્યોગ ઉપર થશે.

પહેલા જ્યારે રફ ડાયમંડ ખરીદવામાં આવતા હતા બેલ્જિયમ અને એન્ટવર્પથી જ્યારે રફ ડાયમંડ ખરીદવામાં આવતા હતા ત્યારે તેને અલગ અલગ દેશમાંથી એકત્રિત થયેલા રફ ડાયમંડને મિક્સ કરીને આપવામાં આવતા હતા જેનો ઉલ્લેખ પણ કરવામાં આવતો હતો. પરંતુ હવે મુશ્કેલી એ પ્રકારે વધી છે કે ઓફિસ ઓફ ફોરેન એસેટ કંટ્રોલ દ્વારા એવો નિર્ણય લેવાયો છે કે જે પણ ડાયમંડ ની ખરીદી થાય ત્યારે ઇન્વોઈસમાં જે દેશની જે ખાણમાંથી ડાયમંડ આવ્યા હોય તેનો પણ ઉલ્લેખ કરવામાં આવે આવ્યો ફરજિયાત છે. જેથી રશિયામાંથી આવેલા ડાયમંડને આઇડેન્ટીફાય કરવામાં આવશે અને તેના ઉપર પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે તેનો અમલ ફરજિયાત કરાવવામાં આવશે. આવી સ્થિતિમાં સુરતમાં તૈયાર થયેલા પોલીસ ડાયમંડ અથવા તો પોલીસ ડાયમંડ ના ઉપયોગ કરીને બનાવેલી જ્વેલરી ઉપર પણ આંતરરાષ્ટ્રીય બજારમાં ખૂબ મોટી અસર થવાની શક્યતા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ  

આ પણ વાંચોઃ