Affair-Murder/ પરીણિતા સાથે પ્રેમ ભારે પડ્યોઃ પતિએ છૂરો હુલાવી દીધો

અમદાવાદમાં એક યુવક માટે આડો સંબંધ બાંધવું અવળું પડી ગયું હતું. પરીણિતા સાથેના સંબંધની કિંમત યુવકે મોત સાથે ચૂકવવી પડી હતી. પરીણિતાના પતિએ પોતાની પત્ની આગળ જ તેના પ્રેમીની છરીના ઘા મારીને હત્યા કરી હતી. પોલીસે આ મામલી તપાસ શરૂ કરી છે.

Gujarat
Mantavyanews 2 21 પરીણિતા સાથે પ્રેમ ભારે પડ્યોઃ પતિએ છૂરો હુલાવી દીધો

અમદાવાદઃ અમદાવાદમાં એક યુવક માટે આડો Affair-Murder સંબંધ બાંધવું અવળો પડ્યો હતો. પરીણિતા સાથેના સંબંધની કિંમત યુવકે મોત સાથે ચૂકવવી પડી હતી. પરીણિતાના પતિએ પોતાની પત્ની આગળ જ તેના પ્રેમીની છરીના ઘા મારીને હત્યા કરી હતી. પોલીસે આ મામલી તપાસ શરૂ કરી છે.

અમદાવાદમાં રહેતા આ દંપતીના કિસ્સામાં ઘટનાક્રમ એવો છે કે પતિને તેની પત્ની પરપુરુષ સાથે પ્રેમમાં હોવાની છેલ્લા કેટલાય સમયથી શંકા હતી. આ વાતને લઈને પતિની શંકા વધુ ઘેરી બની અને છેલ્લા બે દિવસથી પતિ તેના પ્રેમીને મારવા માટે છરો લઈને ફરતો હતો. છેવટે તેને તેની પત્નીનો પ્રેમી અમદાવાદના ફૂલબજાર પાસે મળી ગયો હતો.

પહેલા તો બંને વચ્ચે જબરજસ્ત બોલાચાલી થઈ હતી. તે સમયે Affair-Murder તેની પત્ની પણ હાજર હતી. પતિએ આ સમયે પત્નીની હાજરીમાં જ છરો કાઢીને પ્રેમી પર હુમલો કરી દીધો હતો અને પત્નીના પ્રેમીને પતાવી દીધો હતો. આમ પરીણિતાના પ્રેમે યુવાનનો જીવ લીધો હતો.

અમદાવાદ, સુરત અને રાજકોટ જેવા શહેરોમાં હવે આ પ્રકારના આડાસંબંધોના લીધે હત્યાના બનાવોનું પ્રમાણ ઉત્તરોતર વધી રહ્યુ છે. પોલીસના જણાવ્યા મુજબ મોટાભાગના કિસ્સામાં પરપ્રાંતીય રહેવાસીઓમાં આ પ્રકારનું Affair-Murder વલણ જોવા મળ્યું છે. પણ ગુજરાતમાં આ બનાવ બનતો હોવાથી તે ગુજરાતના ક્રાઇમ રેકોર્ડમાં નોંધાય છે. આ પ્રકારના કિસ્સામાં તો પોલીસ પણ કશું કરી શકવાની સ્થિતિમાં હોતી નથી, હત્યાનો બનાવ બને પછી જ પોલીસ કાર્યવાહી કરી શકે છે.

 

આ પણ વાંચોઃ કપરાડામાં લાંચ માંગનાર ASI અને HCનો વચેટીયો ઝડપાયો

આ પણ વાંચોઃ સુરતાના જાણીતા બિલ્ડરનો આપધાતનો પ્રયાસ, હાલત નાજુક..

આ પણ વાંચોઃ Business/ દેશના 8 કોર સેક્ટરનો વૃદ્ધિ દર 14 મહિનાની ટોચે

આ પણ વાંચોઃ Tamilnadu/ બેંકે કરી મોટી ભૂલ, કેબ ડ્રાઈવરના ખાતામાં મોકલી દીધા કરોડો રૂપિયા, MDનું રાજીનામું