Attack/ ગીરગઢડામાં ખૂંખાર માનવ ભક્ષી દીપડાએ બાળકને ફાળી ખાધો

ગીરગઢડાના જુના ઉગલા રોડ પર ચણાના વાવેતરમાં છુપાયેલ દીપડાનો હુમલો ધાતક બન્યો. તાજેતરમાં પાંચ દિવસ પહેલા કોડીનાર તાલુકાના વિઠ્ઠલપુર ગામે માવનભક્ષી દીપડાએ યુવાન પર હુમલો કરી મોતને

Gujarat Others
dipado 1 ગીરગઢડામાં ખૂંખાર માનવ ભક્ષી દીપડાએ બાળકને ફાળી ખાધો

@કાર્તિક વાજા, મંતવ્ય ન્યૂઝ – ઊના.. 

ગીરગઢડાના જુના ઉગલા રોડ પર ચણાના વાવેતરમાં છુપાયેલ દીપડાનો હુમલો ધાતક બન્યો. તાજેતરમાં પાંચ દિવસ પહેલા કોડીનાર તાલુકાના વિઠ્ઠલપુર ગામે માવનભક્ષી દીપડાએ યુવાન પર હુમલો કરી મોતને ધાટ ઉતારીયાની ધટના હજુતો ભૂલાઇ નથી. ત્યારે વધુ એક વન્ય ખૂંખાર માનવભક્ષી દીપડાએ બાળકને ધોળા દિવસે ઉઠાવી લઇ જઇ મોતને ધાટ ઉતારતા દીપડાના વધતા આંતક સામે ખેડૂતોમાં ભય ફેલાઇ ગયો છે.

dipado1.jpg2 ગીરગઢડામાં ખૂંખાર માનવ ભક્ષી દીપડાએ બાળકને ફાળી ખાધો

ગીરગઢડાના નવા જુના ઉગલા ગામની વચ્ચે સીમમાં જમીન ધરાવતા બાલુભાઇ રાણાભાઇ નાવડીયાની વાડીમાં સાંજના 4 વાગ્યાના સુમારે વાડીનું ભાગીયુ રાખી કામ કરતા બકુલભાઇ બચુભાઇ મકવાણા અને તેના પત્નિ અને છ બાળકો સાથે ચણા અને તુવેળ દાળનું વાવેતર કરેલ હોય તેમાં ખેતી કામ કરતા હતા. અને વાડીના કુવા પાસે રહેણાંકીય મકાન પાછળ ત્રણ નાની દીકરી અને ત્રણ દિકરા રમત રમતા હતા. એ વખતે બાજુની વાડીમાંથી ચણાના વાવેતર અંદરથી ખૂંખાર માનવભક્ષી દીપડો આવી ચડી બાળકો રમતા હતા. તે માંથી હસમુખ બકુલભાઇ મકવાણા ઉ.વ.4ને ગળા માંથી પકડી ઉઠાવી જઇ ધટના સ્થળે ફાડી ખાતા બાળકોએ રાડો રાડ મચાવતા નજીકમાં કામ કરતા બકુલભાઇ મકવાણા અને તેની પત્નિ લક્ષમીબેન દોડી આવતા આ ખૂંખાર માનવભક્ષી દીપડો ચણાના વાવેતરમાં લપાઇ છુપાઇ ગયો હતો. આ ધટના બનતા બકુલભાઇએ તાત્કાલીક નવા ઉગલા ગામના ઉપસરપંચ જીણાભાઇ ભરવાડને જાણ કરતા તેઓ સહીતના સેવા ભાવી લોકો અને વાડી માલીક ધટના સ્થળે દોડી ગયા હતા. અને જશાધાર રેન્જના આર એફ ઓને જાણ કરતા વન્ય વિભાગની ટીમ ધટના સ્થળે દોડી ગયેલ છે. અને મૃતક બાળક હસમુખ મકવાણા ઉ.વ.4ને સરકારી હોસ્પીટલે પી એમ માટે ખસેડેલ છે. આ બનાવ બનતા આ વિસ્તારમાં ભારે હાહાકાર મચી ગયો છે. અને ખેતીવાડી સાથે સંકળાયેલા શ્રમિકો અને ખેડૂતો પણ વન્ય પ્રાણીના ભયથી થરથર કાપી રહ્યા છે.

જેઠ માસમાં ખેતરમાં ભાગ્યુ રાખ્યુ…

મૂળ જાફરાબાદ તાલુમાના કડીયાળી ગામના વતની બકુલભાઇ બચુભાઇ મકવાણાએ ગયા જેઠ મહીનામાં નવા ઉગલા ગામના બાલુભાઇ રાણાભાઇ નાવરડીયાનું ખેતર ભાગ્યુ રાખી વાવા રાખેલ હતુ. અને તેમાં ચણા અને તુવેળ દાળની ખેતી કરેલ હતી. અને વાડીમાં રહેણાંક ઝુંપડુ બાંધી પરીવાર સાથે ખેતી કરતા હતા. અને તેમને છ સંતાન હોય અને સૈથી નાનો હસમુખને ધોળા દિવસે દીપડાએ ફાડી ખાધાની ધટના પિતાની નજર સમક્ષ બનતા પરીવારમાં આધાત છવાયો છે.

dipado ગીરગઢડામાં ખૂંખાર માનવ ભક્ષી દીપડાએ બાળકને ફાળી ખાધો

માનવભક્ષી દીપડાને પકડવા ટીમ ઉભા પગે..

આઠ દિવસ પહેલા કોડીનાર પંથકના વિઠ્ઠલપુર ગામે માનવભક્ષી દીપડાએ હુમલો કરી 30 વર્ષના યુવાનને મોતને ધાટ ઉતારી દીધેલ હતો. આ ધટનાની શાહી સુકાઇ નથી. ત્યા તો ગીરગઢડા પંથકના જુના ઉગલા ગામની સીમમાં બાળકને માવનભક્ષી દીપડાએ ફાડી ખાધાની ધટના બનતા આદમખોર દીપડાને વહેલી તકે પાંજરે પુરવા જશાધાર વન્ય વિભાગની તમામ ટીમો ધટના સ્થળે દોડી જઇ આ હુમલાખોર દીપડાની શોધખોળ શરૂ કરી દીધી છે.

dipado.jpg1 ગીરગઢડામાં ખૂંખાર માનવ ભક્ષી દીપડાએ બાળકને ફાળી ખાધો

 ખૂંખાર વન્ય પ્રાણીના હુમલા ક્યારે અટકાશે…?

ઊના અને ગીર પંથકના ગામો જંગલ બાર્ડર પર અડી આવેલા હોય અવાર નવાર વન્ય પ્રાણીઓ શિકારની શોધમાં ગામ ધુસી આવતા હોય અને તેમાં પણ દીપડાઓના રહેઠાણો શહેરી વિસ્તારોમાં આવી પશુ પર હુમલા કરતા આ વન્યપ્રાણી માનવો પર હુમલા કરી મોતને ધાટ ઉતારી રહ્યા છે. આ ધટનાઓ વન વિભાગ ક્યારે અટકાવી શકશે તેવો પ્રશ્નો ઉઠી રહ્યો છે…રીપોટર કાતિક વાજા ઊના

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…