Valentine's day/ ભાડું લઈને બોયફ્રેન્ડ બનવા તૈયાર છે આ વ્યક્તિ, 45 છોકરીઓને આપી ચુક્યો છે ખુશી

આ વ્યક્તિ છેલ્લા ત્રણ વર્ષથી વેલેન્ટાઇન ડે પર ભાડાનો બૉયફ્રેન્ડ બને છે અને આ વ્યક્તિનું નામ શકુલ છે. હ્યૂમન્સ ઑફ બૉમ્બેના પેજ પર શકુલે લખ્યું છે કે મારા જીવનમાં ક્યારેય કોઇ ગર્લફ્રેન્ડ નથી. હું ફક્ત એકવાર કોઇકને હા કહેવા માગું છું.

Ajab Gajab News
a 65 ભાડું લઈને બોયફ્રેન્ડ બનવા તૈયાર છે આ વ્યક્તિ, 45 છોકરીઓને આપી ચુક્યો છે ખુશી

વેલેન્ટાઇન ડે એટલે પ્રેમ વ્યક્ત કરવાનો દિવસ. યુવાઓએ 14 ફેબ્રુઆરીની તૈયારી શરૂ કરી દીધી છે. આમ તો 7 થી 14 ફેબ્રુઆરી સુધી દરરોજ કંઇક ના કંઇક હોય જ છે, જેમ કે પ્રપોઝ ડે, ​​ચોકલેટ ડે, વગેરે. વેલેન્ટાઇન ડે પર કેટલાક નવા સંબંધો બને છે, તો કેટલાક પહેલાથી જ પ્રેમના બંધનમાં બંધાયેલા યુવાનો આ દિવસની ઉજવણી કરીને તેમના સંબંધોને મજબૂત બનાવે છે. જો કે, જેમના જીવનમાં જીવનસાથીનો અભાવ છે, તેમના માટે વેલેન્ટાઇન ડે ખરાબ લાગણી જેવો છે. પરંતુ એક વ્યક્તિ છે જે આ ‘લાગણી’ બદલવાનો પ્રયાસ કરી રહ્યો છે.

આ વ્યક્તિ છેલ્લા ત્રણ વર્ષથી વેલેન્ટાઇન ડે પર ભાડાનો બૉયફ્રેન્ડ બને છે અને આ વ્યક્તિનું નામ શકુલ છે. હ્યૂમન્સ ઑફ બૉમ્બેના પેજ પર શકુલે લખ્યું છે કે મારા જીવનમાં ક્યારેય કોઇ ગર્લફ્રેન્ડ નથી. હું ફક્ત એકવાર કોઇકને હા કહેવા માગું છું. જ્યારે મિત્રો ડેટ પર જતા હતા ત્યારે મને દુઃખ થતું હતું. પછી હું એકલો નીકળી પડતો હતો. જો કે, હવે ઘણું બધું બદલાઇ ગયું છે

તે કહે છે કે ત્રણ વર્ષમાં તે 45 છોકરીઓ સાથે ડેટ પર જઈ ચૂક્યો છે. જ્યારે એકલતા અનુભવતા લોકો મળે છે, ત્યારે એકલતા ક્યાંક ખોવાઇ જાય છે. શકુલ કેહે છે કે તેના આ પ્રયત્નથી બન્નેને આનંદ મળી જાય છે, ભલે તે અમુક સમય માટે જ હોય.

બકોલ શકુલ જણાવે છે કે હું ગર્લફ્રેન્ડ બનાવવામાં કેટલો નબળો છું. કપલ્સને એકબીજાને પ્રપૉઝ કરતા સાંભળું છું તો દુઃખ થાય છે. મેં કેટલી બધી છોકરીઓને પ્રપૉઝ કર્યું, પણ તેમમે ફક્ત મિત્ર કહીને મારો પ્રસ્તાવ નકારી દીધો. ત્યાર પછી મેં તે વિશે વિચારવાનું શરૂ કર્યું, જે વેલેન્ટાઇન ડે પર એકલી રહે છે અને પાર્ટનર હોય તેવી ઇચ્છા ધરાવે છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ