Ahmedabad/ આગનું પુનરાવર્તન અટકશે…? 10 મહિનામાં 39 લોકોના મોત…!!

આગનું પુનરાવર્તન અટકશે ? અમદાવાદમાં વર્ષ-2020 જાણે કે આગ દુર્ઘટનાનું હોય એવું લાગી રહ્યું છે. ગઇકાલે કેમિકલ ફેક્ટરીમાં બોઇલરનો બ્લાસ્ટ અને બાજુમાં રહેલાં કાપડ ગોડાઉનમાં લાગેલી આગે 12 કર્મચારીઓનો જીવ લેવાયો છે. ત્યારે વધતાં જતાં આગના બનાવોએ ચિંતા જગાવી છે. વર્ષ-2020ના પ્રારંભથી આજ દિન સુધીમાં મોટી આગના છ બનાવના કારણે 39 લોકોના મોત થયા છે. […]

Top Stories Ahmedabad Gujarat
ahd આગનું પુનરાવર્તન અટકશે...? 10 મહિનામાં 39 લોકોના મોત...!!

આગનું પુનરાવર્તન અટકશે ?

અમદાવાદમાં વર્ષ-2020 જાણે કે આગ દુર્ઘટનાનું હોય એવું લાગી રહ્યું છે. ગઇકાલે કેમિકલ ફેક્ટરીમાં બોઇલરનો બ્લાસ્ટ અને બાજુમાં રહેલાં કાપડ ગોડાઉનમાં લાગેલી આગે 12 કર્મચારીઓનો જીવ લેવાયો છે. ત્યારે વધતાં જતાં આગના બનાવોએ ચિંતા જગાવી છે. વર્ષ-2020ના પ્રારંભથી આજ દિન સુધીમાં મોટી આગના છ બનાવના કારણે 39 લોકોના મોત થયા છે. ત્યારે ઘટનાનું પુનરાવર્તન અટકાવવું જરૂરી છે.

અમદાવાદમાં બુધવારે પીરાણામાં આવેલી કેમિકલ ફેક્ટરીમાં બોઇલર બ્લાસ્ટ થયો..અને તેની અસર બાજુમાં આવેલાં કાપડ ગોદામમાં થઇ અને ગોદામમાં કામ કરી રહેલાં 12 કર્મચારીઓ બ્લાસ્ટના પગલે લાગેલી આગમાં રાખ થયા..આ ઉપરાંત 8 કર્મચારીઓ હજી સારવાર હેઠળ હોસ્પિટલમાં દાખલ છે. આ અગાઉ શહેરમાં લાગેલી અલગ-અલગ 6 આગદુર્ઘટનામાં 39 માનવજીંદગી હોમાઇ છે.

યાદકરો આગની આ જીવલેણ દુર્ઘટના…

-નવરંગપુરા – શ્રેય હોસ્પિટલ –8નાં મોત

-નારોલ – ચિરીપાલગૃપ – 8નાં મોત

-ધોળકા – વિશાલ ફેબ્રિક્સ –6નાં મોત

અલગ-અલગ ત્રણ કાપડ પ્રોસંસ હાઉસ 17નાં મોત

શહેરની 6 અલગ-અલગ આગદુર્ઘટનામાં 39 માનવજીંદગી હોમાઇ છે. અમદાવાદ ફાયરબ્રિગેડમાં મુખ્યફાયર અધિકારી એમ.એફ,દસ્તૂરના નેતૃત્વમાં ફાયરકામગીરી પ્રશંસ્ય રહી છે. ફાયરવિભાગ પાસે અત્યાધુનિક સુવિધા પણ પ્રાપ્ય છે. પરંતુ આગના બનાવ સમયે ઇમરજન્સીમાં કાર્ય બિરદાવવાપાત્ર છે.પરંતુ કાયમી આગ દુર્ઘટના અટકાવવાના તકેદારીના પગલાં અને મોનીટરીંગ સિસ્ટમના અમલનું નિરીક્ષણ કરવામાં કે નિયમ ભંગ બદલ પગલાં લેવામાં તંત્ર નિષ્ક્રિય પુરવાર થયું છે. પરિણામે આગના બનાવ વધી રહ્યા હોવાની લોકચર્ચા થઇ રહી છે.

રાજ્યસરકાર દ્વારા આગ દુર્ઘટના નિવારવા ફાયરસેફ્ટી ફરજીયાતના નિયમ લાગુ કરી કાયદો પણ બનાવવામાં આવ્યો છે.પરંતુ કાયદાનો અમલ કરવામાં વહીવટીતંત્ર નિષ્ફળ પુરવાર થયું છે. જેમાં ફાયરવિભાગ ઉપરતાં જીપીસીબીનો પણ સમાવેશ થાય છે. આ સંજોગોમાં હવે આગની દુર્ઘટનાનું પુનારાવર્તન અટકાવવા નિયમનો અમલ થાય એ અંગે વહીવટીતંત્રની સજાગતા અને મોનીટરીંગનો અમલ કરી પગલાં લેવામાં આવશે ત્યારે જ અનેક નિર્દોષોની આગમાં હોમાતી માનવજીંદગી પર પૂર્ણવિરામ આવી શકશે….

અહીં જુઓ સમગ્ર અહેવાલ પર વીડિયો રજુઆત…

@ અરૂણ શાહ, મંતવ્યન્યૂઝ – અમદાવાદ