Pak Terrorist attack/ પાકના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં આતંકવાદી હુમલો, વાહન વિસ્ફોટમાં 11 મજૂરોના મોત

પાકિસ્તાનમાં ફરી એકવાર જોરદાર આતંકી હુમલો થયો છે. આ હુમલો મજૂરોને લઈ જઈ રહેલા વાહનને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો. આતંકવાદીઓએ રોકેટ હુમલાથી વાહનને ઉડાવી દીધું હતું. આ હુમલામાં જીપમાં સવાર 11 મજૂરોના મોત થયા હતા.

Top Stories World
Pak Terrorist attack પાકના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં આતંકવાદી હુમલો, વાહન વિસ્ફોટમાં 11 મજૂરોના મોત

લાહોરઃ પાકિસ્તાનમાં ફરી એકવાર જોરદાર Pak Terrorist attack આતંકી હુમલો થયો છે. આ હુમલો મજૂરોને લઈ જઈ રહેલા વાહનને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો. આતંકવાદીઓએ રોકેટ હુમલાથી વાહનને ઉડાવી દીધું હતું. આ હુમલામાં જીપમાં સવાર 11 મજૂરોના મોત થયા હતા. અન્ય ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ આતંકી હુમલો પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના ઉત્તર વજીરિસ્તાન જિલ્લામાં થયો હતો. આ આતંકી હુમલામાં ઓછામાં ઓછા 11 મજૂરો માર્યા ગયા અને બે લોકો ઘાયલ થયા. રવિવારે સ્થાનિક મીડિયાના સમાચારમાં આ માહિતી આપવામાં આવી હતી.

જિયો ન્યૂઝે ડેપ્યુટી કમિશનર રેહાન ગુલ ખટ્ટકને Pak Terrorist attack ટાંકીને જણાવ્યું હતું કે શનિવારે શવલ તહસીલના ગુલ મીર કોટ પાસે આતંકવાદીઓએ 16 મજૂરોને લઈ જઈ રહેલા એક વાહનને ઉડાવી દીધું હતું. ખટ્ટકે જણાવ્યું હતું કે નિર્માણાધીન સરકારી ઈમારતમાં કામ કરતા ઓછામાં ઓછા 11 મજૂરોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે બે ગંભીર રીતે ઘાયલ થયા હતા અને ત્રણ લાપતા હતા. અધિકારીઓએ જણાવ્યું કે આ મજૂરો માકિન અને વાના તાલુકાના છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે ગુમ થયેલા કામદારોને શોધવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ પહેલા શનિવારે, અસામાજિક તત્વોએ અપર સાઉથ વઝિરિસ્તાનના માકિન તહસીલમાં Pak Terrorist attack બોમ્બ ડિસ્પોઝલ ટુકડીના વાહન પર રોકેટ ફેંક્યું હતું, જેમાં ચાર જવાન ગંભીર રીતે ઘાયલ થયા હતા.

પાકિસ્તાનમાં એક પછી એક આતંકી હુમલા થઈ રહ્યા છે. ક્યારેક પોલીસ સ્ટેશનમાં વિસ્ફોટ થાય છે, ક્યારેક મસ્જિદોમાં તો ક્યારેક બજારોમાં. પરંતુ પાકિસ્તાન સરકાર આતંકવાદીઓ પર કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહી છે. જે પાકિસ્તાન પોતાના આતંક વડે ભારત સહિત અન્ય દેશોમાં આતંક ફેલાવવાનું કામ કરતું હતું, આજે તે જ દેશ પોતે આતંકવાદી હુમલાનો ભોગ બની રહ્યો છે.

 

આ પણ વાંચોઃ મંતવ્ય વિશેષ/ અમેરિકન ફાઈટર એરક્રાફ્ટ ખરીદવું કેટલું યોગ્ય?

આ પણ વાંચોઃ મંતવ્ય વિશેષ/ બ્રિટને યુક્રેનને 7.5b ડોલરના આપ્યા હથિયાર, જાણો સમગ્ર વિગત

આ પણ વાંચોઃ INDIA Coalition/ ‘INDIA’નું ભવિષ્ય કેવું હશે? કેજરીવાલે છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં પણ જોડાણથી અલગ રસ્તો અપનાવ્યો