Bihar/ ભાગલપુરમાં મુસાફરોથી ભરેલી બોટ પલટી, એકનું મોત, અનેક લાપતા

બિહારના ભાગલપુરમાં ગંગા નદીમાં મુસાફરોથી ભરેલી બોટ પલટી ગઈ હોવાનું જાણવા મળ્યું છે.એવું કહેવામાં આવી રહ્યું છે કે બોટમાં 50 જેટલા લોકો હતા. આમાંથી 43 થી વધુ લોકોને બહાર કાઢવા આવ્યા છે,

Top Stories India
a 36 ભાગલપુરમાં મુસાફરોથી ભરેલી બોટ પલટી, એકનું મોત, અનેક લાપતા

બિહારના ભાગલપુરમાં ગંગા નદીમાં મુસાફરોથી ભરેલી બોટ પલટી ગઈ હોવાનું જાણવા મળ્યું છે.એવું કહેવામાં આવી રહ્યું છે કે બોટમાં 50 જેટલા લોકો હતા. આમાંથી 43 થી વધુ લોકોને બહાર કાઢવા આવ્યા છે, જ્યારે લગભગ સાત ગુમ થયેલા લોકોની શોધ ચાલુ છે. એક મહિલાનો મૃતદેહ પણ નદીમાંથી કાઢવામાં  આવ્યો છે.

મળતી માહિતી અનુસાર ભાગલપુરના ગોપાલગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નવગછિયાના ગોપાલપુર ટીન ટંગા જહાજ ઘાટ નજીક આ ઘટના બની છે. બોટમાં સવાર લોકોમાં ઘણી મહિલાઓ અને બાળકો પણ હતા. જેની લાશ મળી હતી તે મહિલાની ઓળખ થઈ ગઈ છે. હોસ્પિટલમાં દાખલ કરાયેલા લોકોમાં મનીષા કુમારી, ચાંદની દેવી, રાની દેવી, ખૈરા દેવી, શર્મિલા દેવી, પ્રેમલતા દેવી, ઇન્દિરા દેવી અને પ્રમિલા દેવીનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : ચાલતી ટ્રેનમાં બાળકે બતાવ્યો ખતરનાક સ્ટંટ, જોઇને તમારા ઉડી જશે હોશ

સ્થાનિક વહીવટી તંત્રને આની જાણ થતાં જ એસડીઆરએફની ટીમ સ્થળ પર રવાના થઈ હતી. સ્થાનિક લોકો પણ રાહત અને બચાવ કાર્યમાં સામેલ છે, એવી આશંકા છે કે આ અકસ્માતમાં મૃત્યુઆંક વધી શકે છે.

આ પણ વાંચો : ચીનની અમેરિકાને ઘમકી, તાઇવાન શસ્ત્રો વેચવાની યોજના સાથે આગળ વધે તો..