OMG!/ ભારતનાં આ વિસ્તારમાં દિવાળી બાદ લોકો છાણથી રમે છે હોળી, Video

ભારતમાં વિવિધ જાતિઓ, ધર્મો, રિવાજો અને સંસ્કૃતિઓનો અનોખો સંગમ જોવા મળે છે. થોડા સમય પહેલા સમગ્ર દેશમાં દિવાળીની ઉજવણી કરવામાં આવતી હતી અને હવે દિવાળી પછી ‘ગોરેહબ્બા’ ઉજવવામાં આવે છે.

Ajab Gajab News
છાણથી રમે છે હોળી

આપણો દેશ વિવિધતાઓથી ભરેલો છે. લોકો તહેવારોને ઘણી રીતે ઉજવે છે. આમાંની ઘણી પદ્ધતિઓ ખૂબ જ અનોખી હોય છે, જેના વિશે જાણીને તમે આશ્ચર્યચકિત થઈ જશો. તમને આપણા દેશનાં દરેક રાજ્યમાં અલગ-અલગ પરંપરાઓ જોવા મળશે.

આ પણ વાંચો – T20 World Cup / અંતિમ મેચમાં ભાવુક થયો કેપ્ટન કોહલી, સોશિયલ મીડિયામાં કહી પોતાના મનની વાત

ભારતમાં વિવિધ જાતિઓ, ધર્મો, રિવાજો અને સંસ્કૃતિઓનો અનોખો સંગમ જોવા મળે છે. થોડા સમય પહેલા સમગ્ર દેશમાં દિવાળીની ઉજવણી કરવામાં આવતી હતી અને હવે દિવાળી પછી ‘ગોરેહબ્બા’ ઉજવવામાં આવે છે. હવે તમે કહેશો કે ‘ગોરેહબ્બા’ શું છે? તો અમે તમને જણાવી દઈએ કે આ એક અનોખો તહેવાર છે જે ગુમતાપુરા ગામમાં ઉજવવામાં આવે છે. આ ગામ તમિલનાડુ અને કર્ણાટકની સરહદ પર આવેલું છે. આ ગામમાં લોકો એક જગ્યાએ ગાયનું છાણ ભેગું કરે છે અને પછી તેને એકબીજા પર ફેંકીને આ તહેવાર ઉજવે છે. આ સમયે તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જે તમે જોઈ શકો છો. આ વીડિયોમાં ગામનાં લોકો એકબીજા પર ગાયનું છાણ ફેંકતા જોવા મળે છે. તમે જોઈ શકો છો કે, આ સમય દરમિયાન લોકો આ તહેવારને ખૂબ Enjoy કરી રહ્યા છે. જો કે, ‘ગોરેહબ્બા’ એક એવો તહેવાર છે જે દેખાવમાં બિલકુલ હોળી જેવો લાગે છે. અહીં રંગની જગ્યા ગાયનાં છાણ લઇ લીધી છે અને લોકો ગાયનાં છાણમાં એકબીજાને પલાડતા જોવા મળી જાય છે.

https://twitter.com/ANI/status/1457621852986114054?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1457621852986114054%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.newstracklive.com%2Fnews%2Fvillagers-of-gumatapura-play-cow-dung-ki-holi-to-mark-the-end-of-diwali-sc108-nu612-ta612-1472258-1.html

આ પણ વાંચો – T20 World Cup / એવુ તે શું કર્યુ પંતે કે લોકો ધોનીને યાદ કરવા લાગ્યા? જુઓ Video

આપને જાણીને નવાઈ લાગશે કે, આ તહેવાર 100 વર્ષ જૂનો છે. સાથે જ આસપાસનાં વિસ્તારનાં લોકો પણ આ ઉત્સવમાં ભાગ લે છે. એવું માનવામાં આવે છે કે ગાયનાં છાણની લડાઈથી લોકોનાં ઘણા રોગો દૂર થાય છે. આ સાથે વ્યક્તિ સ્વસ્થ રહે છે. હવે જ્યારે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે ત્યારે લોકો તેને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે.