Not Set/ વોટ્સએપે 22 લાખ અને ઇન્સ્ટાગ્રામે 32 લાખ એકાઉન્ટ સપ્ટેમ્બર મહિનામાં બંધ કર્યા

જો કોઈ વ્યક્તિ કોઈપણ ગેરકાયદેસર, અશ્લીલ, બદનક્ષી, ધમકી, ડરાવવા, પજવણી અને દ્વેષપૂર્ણ ભાષણ અથવા વંશીય અથવા વંશીય ભેદભાવને શેર કરે છે..

Tech & Auto
Untitled 25 વોટ્સએપે 22 લાખ અને ઇન્સ્ટાગ્રામે 32 લાખ એકાઉન્ટ સપ્ટેમ્બર મહિનામાં બંધ કર્યા

વોટ્સએપે પોતાના યુઝર્સની સેફ્ટિ અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને નિયમોનું ઉલ્લંઘન કરનારા યુઝર્સને પ્રતિબંધિત કર્યા છે. વોટ્સએપના યુઝર સેફ્ટી રિપોર્ટમાં ખુલાસો થયો છે કે પ્રતિબંધિત એકાઉન્ટ્સની કુલ સંખ્યા 22 લાખ 9 હજાર છે. વોટ્સએપે કહ્યું કે, આ યુઝર સેફ્ટી રિપોર્ટમાં યુઝર્સ દ્વારા મળેલી ફરિયાદો અને લેવામાં આવેલા પગલાં તેમજ પ્લેટફોર્મનો દુરુપયોગ રોકવા માટે વોટ્સએપ દ્વારા લેવામાં આવેલા પગલાંનો સમાવેશ થાય છે.

વોટ્સએપે સરકારને જણાવ્યું કે, સપ્ટેમ્બરમાં તેને એકાઉન્ટ સપોર્ટ, પ્રતિબંધ અપીલ, અન્ય સપોર્ટ અને પ્રોડક્ટ સપોર્ટ અને સુરક્ષાની શ્રેણીઓમાં 560 યુઝર-જનરેટેડ ફરિયાદ રિપોર્ટ્સ મળ્યા હતા. રિપોર્ટની વિગતો આ મુજબ છે, એકાઉન્ટ સપોર્ટ (121), બેન અપીલ (309), અન્ય સપોર્ટ અને પ્રોડક્ટ સપોર્ટ (દરેક 49) અને સેફ્ટી (32). કંપનીના પ્રવક્તાએ કહ્યું કે, વોટ્સએપએ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ મેસેજિંગ સર્વિસ પ્રોવાઈડર છે અને મેસેજિંગના દુરુપયોગને રોકવામાં અગ્રણી એપ છે.

આ પણ  વાંચો ;વડોદરા / માટીમાંથી ફટાકડા બનાવવાની આ કળા 400 વર્ષ જૂની છે, આવી રીતે બનાવતા હતા ફટાકડા

ફેસબુક, વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામેં સપ્ટેમ્બર માસ દરમિયાન લાખો એકાઉન્ટ બ્લોક કરી દીધા છે. જેમાં ઇન્સ્ટાગ્રામએ 32 લાખ, વોટ્સએપે 22 લાખ એકાઉન્ટ બંધ કર્યા છે. આ સાથે ફેસબુકે પણ 26 લાખ એકાઉન્ટ સામે એક્શન લીધા છે.વોટ્સએપે 22 લાખથી વધુ વોટ્સએપ એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવ્યો છે. કંપનીના માસિક રિપોર્ટમાં આ વાતનો ખુલાસો કરવામાં આવ્યો છે. એ

જો કોઈ વ્યક્તિ કોઈપણ ગેરકાયદેસર, અશ્લીલ, બદનક્ષી, ધમકી, ડરાવવા, પજવણી અને દ્વેષપૂર્ણ ભાષણ અથવા વંશીય અથવા વંશીય ભેદભાવને શેર કરે છે અથવા અન્યથા કોઈપણ ગેરકાયદેસર અથવા અન્યાયી ક્ધટેન્ટને શેર કરે છે તો તેના એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. આ સિવાય જો કોઈ યુઝર વોટ્સએપના નિયમો અને શરતોનું ઉલ્લંઘન કરે છે તો પણ તેનું એકાઉન્ટ બંધ થઈ જાય છે.

આ પણ વાંચો ;વેલક્મ વિન્ટર /  દિવાળી પહેલા ફુલગુલાબી ઠંડીનો ચમકારો, રાજ્યનાં મોટાભાગનાં શહેરોમાં ઠંડી પારો ગગડ્યો