Not Set/ ભારતમાં લોન્ચ થઇ Hyudaiની નવી Santro …. અહીં જાણો કિંમત અને ખાસિયતો

Hyundai એ બહુપ્રતિક્ષિત નવી Santro ભારતમાં લોન્ચ કરી દીધી છે. કંપનીએ શરૂઆતી કિંમત 3,89,900 રૂપિયા રાખી છે. જણાવી દઈએ કે આ કારની ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી. આ નવી કારણે મોડર્ન સ્ટાઈલિશ ટોલબોય ડિઝાઇન, પ્રીમિયમ કેબીન, નવી ટેક્નોલોજી, સારું પર્ફોર્મન્સ અને પહેલાથી સારી સેફટી સાથે લોન્ચ કરવામાં આવી છે. આ કાર ખાસ ફેમિલી બાયર્સ […]

Top Stories India Tech & Auto
305150 hyundai santro 2018 ભારતમાં લોન્ચ થઇ Hyudaiની નવી Santro .... અહીં જાણો કિંમત અને ખાસિયતો

Hyundai એ બહુપ્રતિક્ષિત નવી Santro ભારતમાં લોન્ચ કરી દીધી છે. કંપનીએ શરૂઆતી કિંમત 3,89,900 રૂપિયા રાખી છે. જણાવી દઈએ કે આ કારની ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી.

આ નવી કારણે મોડર્ન સ્ટાઈલિશ ટોલબોય ડિઝાઇન, પ્રીમિયમ કેબીન, નવી ટેક્નોલોજી, સારું પર્ફોર્મન્સ અને પહેલાથી સારી સેફટી સાથે લોન્ચ કરવામાં આવી છે. આ કાર ખાસ ફેમિલી બાયર્સ માટે તૈયાર કરવામાં આવી છે.

santro 2 2 e1540301935809 ભારતમાં લોન્ચ થઇ Hyudaiની નવી Santro .... અહીં જાણો કિંમત અને ખાસિયતો

આ નવી કાર 7 કલર ઓપ્શનમાં મળશે. આમાં 2 નવા કલર ઓપ્શન ઇમ્પિરિઅલ બીઝ અને ડાયના ગ્રીન સામેલ છે. નવી Santro ન ડિઝાઇન Rhythmical Tension પર આધારિત છે. જે એને મોડર્ન અપીલ અને સ્પોર્ટી લૂક આપે છે.

કારના એક્સટીરિયરની વાત કરીએ તો, Hyundai ની ઓળખ મનાતા કાસ્કેડ ગ્રીલ વિથ ક્રોમ પર આધારિત છે. સાથે જ નવા ફોગ લેમ્પ સ્પોર્ટી લૂક આપે છે.

Master e1540302038267 ભારતમાં લોન્ચ થઇ Hyudaiની નવી Santro .... અહીં જાણો કિંમત અને ખાસિયતો

નવી Santro ના પાવર સ્પેસીફીકેશનની વાત કરીએ તો, આમ 4 સિલિન્ડર 1.1 લીટર પેટ્રોલ એન્જીન આપવામાં આવ્યું છે. આ એન્જીન 69ps પાવર પેદા કરે છે. ટ્રાન્સમિશન માટે 5 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ જોડવામાં આવ્યું છે. સાથે જ Smart AMT ઓપ્શન પણ મળશે.