બનાસકાંઠા/ ડીસાના અધિકારીએ ચાલુ ડ્યુટીએ દારૂ પી કર્યો હોબાળો

તાલુકા વિકાસ અધિકારી ચાલુ ફરજ પર દારૂ પીધેલી હાલતમાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. કચેરીમાં આવતા અરજદારોને કચેરીમાંથી ધક્કા મારીને બહાર કાઢી મુકવામાં આવ્યા હતા તેવું કહેવાય છે.

Gujarat Others
બાળકી 3 ડીસાના અધિકારીએ ચાલુ ડ્યુટીએ દારૂ પી કર્યો હોબાળો

રાજ્યમાં કહેવાતી દારૂબંદીના સરેઆમ લીરા ઉડાડતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. બનાસકાંઠા જીલ્લામાં એક સરકારી અધિકારી ચેમ્બરમાં ચાલુ ડ્યુટીએ જ દારૂ પીધેલી હાલતમાં  અને ગાળાગાળી કરતા ઝડપાયા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર બનાસકાંઠા  જીલ્લાના ડીસા ખાતે એક સરકારી અધિકારી પોતાની ચેમ્બરમાં પીધેલી હાલતમાં મળી આવ્યા હતા. ડીસા તાલુકા વિકાસ અધિકારી બી ડી સોલંકી પોતાની ચેમ્બરમાં દારૂ પીધેલી હાલતમાં વિધાર્થીઓ જોડે ગાળાગાળી કરતા હોબાળો મચ્યો હતો. કચેરીમાં આવતા અરજદારો સાથે તાલુકા વિકાસ અધિકારી દ્વારા બેહૂદુ વર્તન કરવામાં આવ્યું હોવાના થયા આક્ષેપ પણ થયા છે.

બાળકી 4 ડીસાના અધિકારીએ ચાલુ ડ્યુટીએ દારૂ પી કર્યો હોબાળો

હોબાળો થતા પોલીસ બલાવવાની ફરજ પડી હતી. પોલીસ દ્વારા પીધેલી હાલતમાં રહેલા અધિકારીને પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા. તાલુકા વિકાસ અધિકારી ચાલુ ફરજ પર દારૂ પીધેલી હાલતમાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. કચેરીમાં આવતા અરજદારોને કચેરીમાંથી ધક્કા મારીને બહાર કાઢી મુકવામાં આવ્યા હતા તેવું કહેવાય છે.

આ અંગે જાણકારી મળતા જ ડીસા શહેર ઉત્તર પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને તાલુકા વિકાસ અધિકારી બી. ડી. સોલંકીને પોલીસ મથકે લઈ જવાયા હતા.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા દોઢ વર્ષથી ડીસા ખાતે બીડી સોલંકી તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા હતા. અને અધિકારીની ચેમ્બરમાં જ દારૂની મહેફિલ માણતા હોવાના અરજદારોએ ગંભીર આરોપ લગાવ્યા છે.

કચ્છ / CM ભૂપેન્દ્રભાઈ પટેલ દેશની રક્ષા કરતાં જવાનો સાથે ‘દિવાળી પર્વ’ મનાવશે 

સુરત / નહેરમાંથી આશરે 9 મહિનાની બાળકીનો મૃતદેહ મળી આવ્યો

મંજૂરી / સંરક્ષણ વિભાગે આધુનિક શસ્ત્રો માટે 7,965 કરોડ રૂપિયાની દરખાસ્તને આપી મંજૂરી

ધનતેરસ 2021 / અમિત શાહ સહિત આ નેતાઓએ દેશવાસીઓને પાઠવી ધનતેરસની શુભેચ્છા….