ગુજરાતમાં સતત અકસ્માતની ઘટના સામે આવી રહી છે. કોઈ બીજાની બેદરકારીના કારણે માસૂમ લોકોને જીવ ગુમાવવાનો વારો આવે છે. ત્યારે આવામાં આબુરોડના માવલ ગામના યુવકના લગ્ન હોવાથી મંગળવારે ફોઇના દિકરા સાથે બાઇક ઉપર ચંદ્રાવતી ગામમાં પત્રિકા આપવા આવ્યા હતા. જ્યારે મોડી રાત્રે પરત ફરતી વખતે આબુરોડના ચંદ્રાવતીબ્રિજ પર વાહનની ટક્કરે બંને પિતરાઇ ભાઇઓના મોત નિપજ્યાં હતા. વરરાજાનુ મોત થતા જ્યા મંગળ ગીતો ગાવાના હતા, ત્યા હવે માતમ છવાઈ ગયો હતો.
આ પણ વાંચો : LG હોસ્પિટલની બેદરકારીથી નવજાતનું જીવન બુજાયું, જાણો શું છે સમગ્ર ઘટના
આ અંગે મળતી માહિતી અનુસાર, આબુ રોડ પર માવલ ગામમાં શંકરભાઈ રબારીના લગ્ન લેવાયા હતા. 22 વર્ષીય યુવક શંકરના લગ્ન ચંદ્રાવતી ગામની યુવતી સાથે નક્કી થયા હતા. 11 ફેબ્રુઆરીએ ચંદ્રાવતી ગામમાં લગ્ન લેવાયા હતા. જે ગામમાં શંકર જાન લઈને આવવાનો હતો, તે જ ગામમાં શંકર અને તેના ફોઈના છોકરાનુ મોત નિપજ્યુ છે. આબુ રોડ પર ચંદ્રાવતી બ્રિજ પાસે અજાણ્યા વાહને બંનેને ટક્કર મારી હતી. જેમાં બંનેના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.
અકસ્માતના પગલે ચંદ્રાવતી ગામના લોકોનાં ટોળેટોળાં ઘટનાસ્થળે એકઠા થઈ આબુરોડ રિકો પોલીસને જાણ કરી હતી. રિકો પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતદેહોને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
11 ફ્બ્રુઆરીએ શંકર રબારીની જાન ચંદ્રાવતી ગામમાં આવવાની હતી લગ્ન ના ત્રણ દિવસ પહેલા જે ગામમાં શંકર ની જાન જવાની હતી એજ ગામમાં શંકરનું અકસ્માત માં મોત નિપજતા સમગ્ર પંથકમાં ગમગીની ફ્લાઈ હતી.
બીજી બાજુ શંકરના વિધવા ફેઈ નો એકા એક લાડકવાયો અકસ્માતમાં મોતને ભેટતા જાણે પરિવાર પર આભ ફટી પડયું હોય તેવા દૃશ્યો સર્જાયા હતા થાના રામ ની વિધવા માતાએ એકના એક દીકરા ઉપર આખું જીવન ગુજાર્યું હતું.
આ પણ વાંચો : ધારાસભ્ય ડો અનિલ જોશીયારાની લથડી તબિયત, ચેન્નાઇની હોસ્પિ.માં વધુ સારવાર અર્થે ખસેડાયા
આ પણ વાંચો : રામોલ પોલીસ ચોકી પાસે ટ્રક પાછળ કાર ઘૂસી જતાં અકસ્માત, 2 મિત્રોના ઘટના સ્થળે જ મોત
આ પણ વાંચો :હું સારી પુત્રી ન બની શકી, લખીને ધો.12 સાયન્સની વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત
આ પણ વાંચો :અખબારનગર વિસ્તારમાં દીવાલ ધરાશાયી, એક વ્યક્તિ મોત
