Not Set/ વાડીના મકાનમાં લાગી આગ, 2 વાછરડાના મોત, ઘોડી દાઝી અને બાઈક સળગી ઉઠ્યું

રાજકોટ, રાજકોટના મોટી મેંગણી ગામે વાડીના મકાનમાં શોટસર્કિટથી આગ લાગવાની ઘટના સામે આવી છે. જીજ્ઞેશભાઈ દિલીપભાઈ ખૂંટ નામના ખેડૂતની વાડીના મકાનમાં શોટ સર્કિટને કારણે આગ લાગી હતી. ત્યારે ખેતરની વાડીમાં આવેલ મકાન ઉપર પડેલા કોથળામાં આગ ભભૂકી ઉઠતાં 2 વાછરડાના મોત નીપજ્યા હતા. ત્યાં બાંધેલી ઘોડી આગને લીધે દાઝી ગઇ હતી. તથા બાઈક પણ આગને […]

Gujarat

રાજકોટ,

રાજકોટના મોટી મેંગણી ગામે વાડીના મકાનમાં શોટસર્કિટથી આગ લાગવાની ઘટના સામે આવી છે. જીજ્ઞેશભાઈ દિલીપભાઈ ખૂંટ નામના ખેડૂતની વાડીના મકાનમાં શોટ સર્કિટને કારણે આગ લાગી હતી. ત્યારે ખેતરની વાડીમાં આવેલ મકાન ઉપર પડેલા કોથળામાં આગ ભભૂકી ઉઠતાં 2 વાછરડાના મોત નીપજ્યા હતા.

ત્યાં બાંધેલી ઘોડી આગને લીધે દાઝી ગઇ હતી. તથા બાઈક પણ આગને કારણે સળગી ઉઠી હતી. ત્યારે એકાએક આગને પગલે ગોંડલ ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. આગની ઘટનાને પગલે લોધીકા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. ઉલ્લેખનીય છે કે અવારનવાર આગના બનાવોને લીધે ઘણુ નુકશાન થતુ હોય છે. ત્યારે ખેતરમાં આગ લાગવાને લીધે ખેડૂતે ભારે નુકશાન ભોગવ્યું હતુ.