રાજકોટનાં પશુ પાલકો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. જી હા, રાજકોટ ડેરીએ ફેટનાં ભાવમાં વધુ 20 રૂ.નો વધારો કર્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટ ડેરી દ્વારા પ્રતિ કિલો ફેટે રૂ.20નો વધારો કરાયો છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પૂર્વે જ 20 રુપિયાનો વઘારો કરવામાં આવ્યો હતો, ત્યારે 10 દિવસમાં વધુ 20 રૂપિયાનો વધારો કરવામાં આવતા પશુપાલકો માચટે રાહતની સાથે ખુશી પણ અનુભવાઇ રહી છે. આ ભાવ વધારો આગામી 21 તારીખથી લાગુ થઇ જતા 21 તારીખથી ફેટનો પ્રતિ કિલોનો ભાવ 680 રૂપિયા ચુકવાશે. કોરોનાનાં કાળમાં જ્યારે પશુપાલકો પહેલેથી જ પરેશાન જોવામા આવી રહ્યા છે ત્યારે રાજકોટ ડેરી દ્વારા ફેટનાં ખરીદ ભાવમાં ટુંકા ગાળામાં જ બે વખત 20-20નો વધારો કરવામાં આવતા પશુપાલકોમાં હાશકારો જોવાઇ રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
